અલંગ ગ્રીન શિપ રીસાયકલિંગમાં તબદીલ થશે

120 પૈકી 72 પ્લોટ ગ્રીન થયા, 15 પ્લોટમાં કામગીરી શરૂ છે : આંતરરાષ્ટ્રીય માપદંડોને પરિપૂર્ણ કરવા કવાયત

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:41 AM
Bhavnagar - અલંગ ગ્રીન શિપ રીસાયકલિંગમાં તબદીલ થશે
વર્ષ 1983માં શિપબ્રેકિંગની ભાવનગર જિલ્લાના અલંગમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઇ અને અત્યાર સુધીમાં 7757 જહાજો ભંગાઇ ચૂક્યા છે, પરંતુ છેલ્લા એક દસકાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અલંગનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય માપદંડો અલંગમાં અપનાવ્યા બાદ હવે બીચિંગ પધ્ધતિથી શિપબ્રેકિંગની બાબતે વિશ્વના સૌથી વધુ જહાજો ધરાવતા શિપ અહીં મોકલવા સહમત થવા લાગ્યા છે. 120 વર્કિંગ પ્લોટ પૈકી 72 ગ્રીન થયા છે અને 15માં કામ શરૂ છે, બાકીના ટુંક સમયમાં થઇ જશે અને 2019 સુધીમાં પ્લોટ ગ્રીનમાં તબદીલ કરવાની દિશામાં કામ ચાલુ છે.

અગ્રણી શિપબ્રેકરોએ આંતરરાષ્ટ્રીય શિપિંગ સેમિનારમાં ભાગ લેવા માંડ્યુ, અલંગની સાચી તસવીર રજૂ કરવા લાગ્યા, અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે સુધારાની જરૂરીયાત હતી તે અહીં અપનાવવા પણ લાગ્યા. પરિણામે મર્ક્સ લાઇન્સ, યુરોપિયન યુનિયને પણ અલંગની નોંધ લેવી પડી છે.

અપગ્રેડેશન

અલંગ ફેક્ટ ફાઇલ

કુલ પ્લોટ 160

વર્કિંગ પ્લોટ 120

ગ્રીન પ્લોટ 72

ગ્રીનનું કામ ચાલુ 15

ભંગાઇ રહેલા શિપ 86

કાર્યરત કામદારો 15,000

અત્યારસુધીમાં શિપ 7,757

સ્ત્રોત : GMB

આંતરરાષ્ટ્રીય માપદંડ ઝડપથી અપનાવ્યા

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આંતરરાષ્ટ્રીય માપદંડ અપનાવવા માટે ઉદ્યોગકારોએ ખૂબ જડપી કામ કર્યુ છે. સેફ્ટી અને એન્વાયરમેન્ટ, પ્રદૂષણ સહિતની બાબતોમાં પણ જે સુધારા અપનાવ્યા છે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ રહી છે. હજુ પણ કામ ચાલુ છે. હરેશ પરમાર, જો.સેક્રેટરી, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા).

અલંગને શું ફાયદો થઇ શકે ?

ગ્રીન પ્લોટ, જોખમી કચરો, પ્રદૂષણ, સેફ્ટી સહિતની કામગીરીમાં ઝડપી સુધારો થતા સરવાળે બે વર્ષ અગાઉ દુનિયાની શ્રેષ્ઠ અને વિશાળ શિપિંગ લાઇન્સ મર્ક્સ લાઇન્સ દ્વારા તેઓના જહાજ અલંગમાં મોકલવાનું શરૂ કર્યુ છે. યુરોપીયન યુનિયન દ્વારા પણ અલંગ પ્રત્યે કુણું વલણ અપનાવ્યું છે.

X
Bhavnagar - અલંગ ગ્રીન શિપ રીસાયકલિંગમાં તબદીલ થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App