Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સ્વચ્છતા એ જ સેવા... પરંતુ ફોટો સેશનના તૂતથી નહીં થાય સ્વચ્છતા...

સ્વચ્છતા એ જ સેવા... પરંતુ ફોટો સેશનના તૂતથી નહીં થાય સ્વચ્છતા...

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:41 AM

Bhavnagar News - ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | ‘સ્વચ્છતા એ જ સેવા’ના શિર્ષક હેઠળ આજથી દેશ વ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ...

  • Bhavnagar - સ્વચ્છતા એ જ સેવા... પરંતુ ફોટો સેશનના તૂતથી નહીં થાય સ્વચ્છતા...
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | ‘સ્વચ્છતા એ જ સેવા’ના શિર્ષક હેઠળ આજથી દેશ વ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે અને તેના અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના ઘોઘાગેટ ચોકમાં કાર્યક્રમ યોજી મેયર, કમિશનર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ હાથમાં સાવરણા પકડ્યા હતા અને મો પર માસ્ક બાંધ્યા હતા. સ્વચ્છતા એ જ સેવા... એ એકદમ સાચુ છે અને દરેક નગરજનોની ફરજ ધર્મ છે. પરંતુ સ્વચ્છતા અભિયાનના નામે જશ ખાટવા માટેનું તૂત ટીકાપાત્ર છે. જ્યાં અધિકારી-પદાધિકારીઓએ હાથમાં સાવરણા પકડી સફાઇ કરાવતા હોય તેવા ફોટોસેશન ગોઠવ્યા હતા. ત્યાં આટલા મોટા સમૂહમાં સફાઇની જરૂર પડે તેવી ગંદકી જ ન હતી અને જેટલો કચરો ત્યાં પડ્યો હતો તે કચરો તો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટે સ્વચ્છતા અભિયાન માટે જ પડ્યો હતો. કોર્પોરેશન કે રાજકીય કોઇ કાર્યક્રમ જે સ્થળે હોય તે સ્થળે કદાપી કચરો પડ્યો હોય!! પરંતુ અહીં હેતુપૂર્વક કચરો રાખવામં આવ્યો હતો. જેથી મેયર, ચેરમેન, કમિશનર અને કોર્પોરેટરો હાથમાં સાવરણો પકડી કચરાની સફાઇ કરતા હોય તેવો ફોડી પાડી શકાય. સ્વચ્છતાની વાસ્તવિકતા અલગ જ છે. શહેરના અનેક વિસ્તારો આજે પણ ગંદકીથી ખદબદે છે. પરંતુ ત્યાં તંત્ર કે પદાધિકારીઓ પગ મૂકવાની પણ તસ્દી લેતા નથી. ચોખ્ખા રોડની મો પર માસ્ક પહેરી સફાઇ કરતા અધિકારીઓ-પદાધિકારીઓને સફાઇ કામદારોનો ઘુંટાતો દમ દેખાતો નથી કે, નગરજનોની ગંદકીની ફરિયાદ સંભળાતી નથી ? માત્ર સફાઇનું નાટક ભજવવાથી ‘સ્વચ્છતા એ જ સેવા’ સાર્થક નહીં થાય.

  • Bhavnagar - સ્વચ્છતા એ જ સેવા... પરંતુ ફોટો સેશનના તૂતથી નહીં થાય સ્વચ્છતા...
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bhavnagar - સ્વચ્છતા એ જ સેવા... પરંતુ ફોટો સેશનના તૂતથી નહીં થાય સ્વચ્છતા...
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bhavnagar - સ્વચ્છતા એ જ સેવા... પરંતુ ફોટો સેશનના તૂતથી નહીં થાય સ્વચ્છતા...
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ