ગુજરાત સરકારના કર્મચારીઓ પ્રથમ ચરણના આંદોલનના માર્ગે

રોષ | માંગણી સંતોષવા 6 ઓક્ટોબરે ધરણાનો કાર્યક્રમ કર્મચારી સંકલન સમિતિ દ્વારા સૂત્રોચ્ચારનો કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:41 AM
Bhavnagar - ગુજરાત સરકારના કર્મચારીઓ પ્રથમ ચરણના આંદોલનના માર્ગે
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કર્મચારી�ઓના પડતર પ્રશ્ને બાબતે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ પડતર પ્રશ્નો ઘણા લાંબા સમયથી અણઉકેલ હોવાથી આવેદનપત્ર આપ્યા હોવા છતાં સરકાર પક્ષેથી નિકાલ માટે કોઇ પણ પ્રકારની હકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. આથી સમિતિ દ્વારા ઘડાયેલા કાર્યક્રમો મુજબ પ્રથમ ચરણનું આંદોલન તા.12 સપ્ટેમ્બરને બુધવારથી શરૂ થશે જેમાં બપોરે 2 કલાકે રિસેસના સમયે પડતર પ્રશ્નો બાબતે સૂત્રોચ્ચાર કરવામાં આવશે. બાદમાં રાજ્યના તમામ કર્મચારી સંઘો અને મહાસંઘોના પ્રતિનિધિ�ઓની બેઠક રાખવામાં આવી છે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા વધુમાં જણાવાયું છે કે તા.30 સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા જો કોઇ હકારાત્મક અભિગમ રાખી કોઇ ઉકેલ લાવવામાં નહીં આવે તો તા.6 �ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના તમામ કર્મચારી સંઘો અને મહાસંઘોના પ્રતિનધિ�ઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અામ છતાં સરકાર દ્વારા કોઇ ઉકેલ નહીં લાવવામાં આવે તો રાજ્ય કક્ષાએ તમામ જિલ્લા�ઓમાં ઝોન વાઇઝ બેઠક યોજી રેલી�ઓ અને મહારેલી સાથેનો કાર્યક્રમ રાખવામાં આવશે તેમ સંકલન સમીતિના અધ્યક્ષ વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું છે.

X
Bhavnagar - ગુજરાત સરકારના કર્મચારીઓ પ્રથમ ચરણના આંદોલનના માર્ગે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App