3 ઇનોવાના આંધળા ખર્ચમાં શાસકને થોડું બ્રહ્મજ્ઞાન થયું

આવકનો વેત ન હોવા છતાં ખર્ચ માટે ઉધામા

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - 3 ઇનોવાના આંધળા ખર્ચમાં શાસકને થોડું બ્રહ્મજ્ઞાન થયું
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર | 15 સપ્ટેમ્બર

મ્યુ. કોર્પોરેશનના શાસકો-તંત્ર વાહકો પ્રજાના પૈસાથી તાગડધિન્ના કરવા માંગતા હોય તેમ ગઇ સ્ટેન્ડિંગ કમિટીમાં 3 ઇનોવા પાછળ રૂ.75 લાખનો ખર્ચ કરવાના ઠરાવને બહાલી આપ્યા બાદ થોડું બ્રહ્મજ્ઞાન ઉપજ્યું છે. 3 ના બદલે હવે કોમન પોલ માટે ગાડી ખરીદવાનો િનર્ણય મુકાયો છે.

આ ઉપરાંત શિક્ષણ સમિતિના ચેરમેન અને ડે. કમિશનર માટે ઇનોવાના બદલે થોડી નાની ગાડી ખરીદવાનો નિર્ણય લેવાયો છે. જોકે તેમ છતાં આવક માટે કોઇને પડી નથી. વીજ કંપની કે મોબાઇલ કંપની રૂ.500 કે 50ના બાકીમાં સુવિધા બંધ કરી નાંખે છે, તો મ્યુ. કોર્પોરેશન બાકીદારો સામે શું કામ લાલજાજમ બિછાવે છે ? તેવો કરદાતાઓમાંથી સવાલ ઉઠી રહ્યો છે. મોટા બાકીદારોના ભોગે નાના રેગ્યુલર કરદાતાઓ દંડાતા હોવાનો બળાપો સ્ટેન્ડિંગ સભ્યએ ઠાલવ્યો હતો. જોકે હજુ આંધળા ખર્ચમાં તંત્ર શાસક એક બીજાથી સવાયા પુરવાર થઇ રહ્યા છે.

આમ, મહાનગરપાલિકામાં લાખોનાં ખર્ચે ઇનોવા કાર લેવાનું આયોજન કરાયુ હતું પણ કોર્પોરેશનની કડકી સ્થિતિ ખુલવા પામતા આખરે ઇનોવા કાર લેવાનો નિર્ણયમાં ખુદ કોર્પોરેશને પાછી પાની કરવી પડી છે અને આથી નીચું જોવા જેવું થયું છે.

X
Bhavnagar - 3 ઇનોવાના આંધળા ખર્ચમાં શાસકને થોડું બ્રહ્મજ્ઞાન થયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App