Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - શેઠ બ્રધર્સ તેમના વેચાણના યુનિટ દીઠ રૂ.5 લેખે ફાળો આપશે

શેઠ બ્રધર્સ તેમના વેચાણના યુનિટ દીઠ રૂ.5 લેખે ફાળો આપશે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:41 AM

પૂરગ્રસ્તો માટે વણથંભી રાહતનો ધોધ

  • Bhavnagar - શેઠ બ્રધર્સ તેમના વેચાણના યુનિટ દીઠ રૂ.5 લેખે ફાળો આપશે
    ભાવનગર | કેરાલામાં વિનાશક પૂર અને વાવાઝોડાએ સર્જેલી તારાજીમાં દેશબાંધવોને મદદરૂપ થવા રવિવારે રાત્રે ઈસ્કોન કલબ ખાતે ગઝલકાર મનહર ઉધાસના સૂરીલા કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમ બાદ ભાવનગરના કાયમચૂર્ણના ઉત્પાદક શેઠ બ્રધર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેની પ્રોડક્ટના યુનિટ દીઠ વેચાણના રૂા.5 લેખે રકમ ચીફ મિનિસ્ટર રાહત ફંડમાં જમા કરાવશે.

    કેરાલામાં આ સદીમાં સૌથી મોટી પૂર હોનારત આ વર્ષે સર્જાઇ છે અને અબજો લોકો બેઘર થયા છે તેમજ સેંકડો ઘરબાર વિહોણા થયા છે. આ સંજોગોમાં ભાવનગરના શેઠ બ્રધર્સ પોતાની પ્રોડક્ટસ કાયમ ટેબલેટ તથા કાયમચૂર્ણના કેરલા રાજ્યના સપ્ટેમ્બર તથા �ઓક્ટોબર-2018ના વેચાણના પ્રત્યેક યુનિટ દીઠ રૂા.5 ચીફ મિનિસ્ટર ડીસ્ટ્રેસ રાહત ફંડમાં જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending