ભાવનગર-હરિદ્વારને જોડતી ટ્રેનની લોકમાંગની ઘોર ઉપેક્ષા

લોકો રજૂઆત કરી કરીને થાક્યા, રેલવે સાંભળતું નથી રજવાડા વખતથી ભાવેણાને હરિદ્વાર સાથે નાતો હતો પણ રેલવે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - ભાવનગર-હરિદ્વારને જોડતી ટ્રેનની લોકમાંગની ઘોર ઉપેક્ષા
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર, | ભાવનગર |15 સપ્ટેમ્બર

ભાવનગરના મહારાજાને ગંગા પ્રત્યે ભારે લગાવ હતો અને અહીંની પ્રજા કોઇને કોઇ રીતે ગંગા સાથે જોડાયેલી રહે તેમ દેશને સૌ પ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર મહારાજા ખુદ ઇચ્છી રહ્યા હતા કે ભાવેણાની પ્રજા કોઇને કોઇ રીતે ભાવનગર સાથે જોડાયેલી રહે. ભાવનગરથી દહેરાદૂન-હરિદ્વારની ટ્રેન શરૂ કરવા માટે લોકો દ્વારા થતી માંગને રેલવે ન્યાય આપે તો માત્ર ભાવનગરના રાજાનું જ નહીં લોકોનું સપનું પણ બરકરાર રહે તેમ છે.

લોકોએ વારંવાર રેલવેનું ધ્યાન દોર્યું છે કે ભાવનગરના મહારાજાએ ભાવનગરમાં ગંગા જળિયા તળાવ પણ બનાવ્યું હતું અને ગંગા દેરી પણ બનાવી હતી. તે�” ગંગાજળિયા તળાવને પવિત્ર રાખવા માટે અવારનવાર હરદ્વારથી ગંગાજળ લાવી તળાવમાં નાખતા હતા. પરિણામે આજ સુધી ભાવેણાના લોકોનો હરદ્વાર પ્રત્યેનો પ્રેમ બરકરાર છે અને આજે પણ બહુ મોટી સંખ્યામાં લોકો હરદ્વાર જાય છે. બસની 1350 કિલોમીટરની મુસાફરી લોકોને દરેક પ્રકારે મોંઘી પડતી હોઇ લોકોની લાગણી છે કે છે કે કેટલાક દિવસ સુધી આઇડલ પડી રહેતી �ઓખાથી દહેરાદૂનની ટ્રેનને ભાવનગર-દહેરાદૂન સાથે જોડવામાં આવે અથવા પાલીતાણા-બાન્દરા સાપ્તાહિકનો દહેરાદૂન/હરદ્વાર માટે ઉપયોગ કરવામાં આવે.

આમ, ભાવનગરથી હરદ્વારને જોડતી રેલવે સેવા શરૂ કરવામાં આવે તો માત્ર ધર્મ માટે જ નહીં પરંતુ ભાવનગરથી ઉત્તર ભારત તરફ જવા ઇચ્છુક તમામ મુસાફરોને પણ કનેકટીવીટીનો લાભ મળી શકે.

X
Bhavnagar - ભાવનગર-હરિદ્વારને જોડતી ટ્રેનની લોકમાંગની ઘોર ઉપેક્ષા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App