1200થી વધુ અનાથ અને 290 િદવ્યાંગોને શૈક્ષણિક કીટ વિતરણ

બાળકોને ભોજન, આરતી સહિતના અનેક કાર્યક્રમો યોજાશે આજે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના જન્મ દિવસની ઉજવણી :...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:41 AM
Bhavnagar - 1200થી વધુ અનાથ અને 290 િદવ્યાંગોને શૈક્ષણિક કીટ વિતરણ
ભાવનગર | ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના જન્મદિવસ નિમિતે આવતીકાલ તા.11ને મંગળવારે આરોગ્ય કેમ્પ, નિરાધાર અને દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, શૈક્ષણિક કીટ વિતરણ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળામાં અભ્યાસ કરતા 1200થી વધુ અનાથ બાળકો તેમજ 290 દિવ્યાંગ બાળકો અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ભાવનગર પશ્ચિમની તમામ શાળામાં ધોરણ 1માં પ્રવેશ પામનાર બાળકોને શિક્ષણ કીટ વિતરણ સાથે બાળકો તેમજ તેના માતા પિતાની આરોગ્ય તપાસણીના હેતુ સાથે વિનામૂલ્યે આરોગ્ય કેમ્પ જીતુભાઇ વાઘાણીના જન્મ દિવસ નિમિતે આવતીકાલ તા.11ને સવારે 9થી 11 કલાક દરમિયાન હાદાનગરની શાળામાં યોજાશે. આરોગ્ય કેમ્પમાં ચક્ષુદાન દેહદાન માટેના ફોર્મ ભરવા, રૂબેલા રસીકરણ, ચશ્મા નંબર અને બેતાળાની વ્યવસ્થા, બ્લડ ડોનેશન સહિતના કેમ્પ અને કાર્યક્રમ યોજાશે. તદઉપરાંત બહેરા મુંગા શાળા, મંદબુદ્ધિની સંસ્થા, નંદકુંવરબા બાલાશ્રમ, નારી વિકાસ ગૃહ વગેરે સંસ્થામાં બાળકો માટે ભોજન, સરટી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, વૃક્ષારોપણ અને દસ મંદિરોમાં અારતીનો કાર્યક્રમ યોજાશે.

X
Bhavnagar - 1200થી વધુ અનાથ અને 290 િદવ્યાંગોને શૈક્ષણિક કીટ વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App