RTO : બૂલેટના ડિલરે વ્યાજ-દંડ સહિત રૂપિયા 7 લાખ ટેક્સ ચૂકવ્યો

Bhavnagar - RTO : બૂલેટના ડિલરે વ્યાજ-દંડ સહિત રૂપિયા 7 લાખ ટેક્સ ચૂકવ્યો

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:41 AM IST
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |10 સપ્ટેમ્બર

ભાવનગર RTO કર્મીઓ સાથે મેળાપિપણા કરીને એજન્ટ દ્વારા બુલેટ વાહનના કિંમતમાં ટેક્ચ કૌભાંડ આચરાયા બાદ દૂધનંુ દૂધ અને પાણીનંુ પાણી થયા બાદ વાહન ડિલરે વ્યાજ, દંડ સાથે રૂ. 7 લાખનો ધૂમ્બો લાગ્યો છે!!

બુલેટ ટેક્ચ કૌભાંડ મામલે ડિલર ગુજરાત ઓટો સેન્ટરના 81 બુલેટના ટેક્સની રકમ ડિલરે એજન્ટને રકમ ચૂકવી દિધા બાદ એજન્ટ કાગદી દ્વારા RTO કર્મચારીઓ સાથે મેળાપિપણા કરીને કૌભાંડ આચર્યંુ હતંુ. આ મામલે વાહન ડિલરને કારણ વગર તેની પ્રતિષ્ઠાને બંટો લાગતા કમિશનર કચેરી સમક્ષ રજૂઆત કરીને સહકાર આપવાની ખાત્રી આપી હતી.

ભાવનગરમાં માત્ર અેક

કર્મચારી જ હાજર થયા

બુલેટના ટેક્સ કૌભાંડ મામલે પાંચ કર્મચારીઓની બદલી થયા બાદ વહીવટમાં વિક્ષેપ ઉભો થતા બીજા જિલ્લામાંથી પાંચ કર્મચારીઓને ભાવનગર તાત્કાલિક અસરથી મુકવામાં આવ્યા છેે, પરંતુ આજ સુધીમાં માત્ર એક કર્મચારી હાજર થયા છે, બાકીના એક પણ કર્મચારીઅ હાજર નહીં થતા અરજદારોના કામોમાં વિલંબ થઇ રહ્યો છે.

X
Bhavnagar - RTO : બૂલેટના ડિલરે વ્યાજ-દંડ સહિત રૂપિયા 7 લાખ ટેક્સ ચૂકવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી