આજથી 1870 મથકોએ મતદાર સુધારણા થશે

જિલ્લાના 7 મતદારક્ષેત્રમાં આજે નોંધણી થશે : 18 વર્ષથી વધુ વયના મતદારો નામ નોંધાવી શકશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - આજથી 1870 મથકોએ મતદાર સુધારણા થશે
ભાવનગર જિલ્લામાં 1 સપ્ટેમ્બરથી 15 �ઓક્ટોબર દરમિયાન 7 વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત તા.16 સપ્ટેમ્બરને રવિવારે મતદાર યાદી સુધારણા અભિયાન થશે. તા.16 સપ્ટેમ્બરને રવિવારે ખાસ ઝૂંબેશના દિવસે સવારના 10થી સાંજના 5 કલાક દરમિયાન જિલ્લાના 1846 મતદાન મથકોએ બીએલ�ઓ મારફતે મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે. સાથે ચકાસણી પણ કરી શકાશે.

ભાવનગર જિલ્લાના 1846 મતદાન મથકો બીઅેલ�ઓ મારફત મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે જરૂરી નમૂના�ઓ મેળવીને અરજી�ઓ તે સ્થળે પરત આપી શકાશે. આ ઉપરાંત www.ceo.gujarat.gov.in પર �ઓનલાઇન અરજી પણ કરી શકાશે તેમ જિલ્લા કલેકટર હર્ષદભાઇ પટેલે જણાવ્યું છે. મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ નોંધાવવા, કમી કરાવવા તથા અન્ય તમામ વિગતો માટે નાગરિકો અરજી કરી શકશે. અરજીના નમૂના માટે કલેકટર કચેરી, મતદાર નોંધણી અધિકારી કે મામલતદાર કચેરીમાંથી વિનામૂલ્યે મળશે.

ભાસ્કર િવશેષ

SMS દ્વારા માહિતી મેળવી શકાશે

કોઇ પણ નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ ω તેની ચકાસણી માટે હેલ્પલાઇન નંબર 1950 ઉપર સંપર્ક કરી શકાશે. મતદાર પોતાના મોબાઇલ દ્વારા EPIC
ક્યા હેતુ માટે ક્યું ફોર્મ જરૂરી

મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નં.6, સ્થળાંતર, અવસાન, લગ્ન થવાથી કમી કરવા માટે ફોર્મ નં.7, જરૂરી સુધારા-વધારા માટે ફોર્મ નં.8 તેમજ એક જ વિધાનસભા મતદાર વિભાગમાં રહેઠાણ બદલાયેલ હોય તો સરનામું સુધારવા માટે ફોર્મ નં.8(ક) ભરી શકાશે.

મતદાર ફેક્ટ ફાઇલ

િજલ્લામાં કુલ મતદારો

16,42,283

િજલ્લામાં પુરૂષ મતદારો

8,57,313

િજલ્લામાં મહિલા મતદારો

7,84,939

ત્રીજી જાતિના મતદાર

31

ભાવ. ગ્રામ્યમાં વધુ મતદાર

2,61587

ગારિયાધારમાં �ઓછા મતદાર

2,05,211

સોર્સ : www.ceo.gujarat.gov.in

X
Bhavnagar - આજથી 1870 મથકોએ મતદાર સુધારણા થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App