પ્રજાને ભાવ વધારો સહ્ય પણ બંધ નહીં !

Bhavnagar - પ્રજાને ભાવ વધારો સહ્ય પણ બંધ નહીં !
Bhavnagar - પ્રજાને ભાવ વધારો સહ્ય પણ બંધ નહીં !
Bhavnagar - પ્રજાને ભાવ વધારો સહ્ય પણ બંધ નહીં !

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:41 AM IST
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | 10 સપ્ટેમ્બર

પેટ્રોલ-િડઝલના ભડકે બળતા ભાવ અને માજા મૂકેલી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયું હતું. ભાવનગર શહેરમાં અસરકારક દેખાઇ ન હતી. જ્યારે જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રજાને સીધા સ્પર્શતા પ્રશ્ને લાંબા સમય બાદ કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો એક થયા પરંતુ જાણે લોકોને પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો લાગતો જ ન હોય અથવા મોંઘવારીની અસર થતી ન હોય તેમ ભાવનગરમાં ‘બંધ’ બંધ ન રહ્યું સવારે બજારો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો તોફડોડ ન કરે તે પૂરતી વેપારીઓએ બંધ રાખી અને કાર્યરોએ પીઠ ફેરવી ત્યાં દુકાનો ખુલ્લી ગઇ. ઘણાં વેપારીઓએ મહાવી જયંતીને કારણે અડધો િદવસ બંધ રાખી પછી ખોલી નાંખી હતી અને પોલીસે પણ જાણે આતંકવાદીઓ ઉતરી પડવાના હોય તેમ શહેરભરમાં મુશ્કેરાટ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેથી બજાર બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો-આગેવાનોની સવારે જ ટીંગાટોળી અટકાયત કરી લીધી હતી. મોટાભાગની શૈક્ષણિક સંસ્થામાં સ્વયભુ અને ધરાર બંધ રહ્યું હતું. સીપીએમ દ્વારા પણ સમર્થન આપી ધરણાની પરવાનગી માંગી હતી. પરંતુ તંત્ર દ્વારા પરવાનગી નહીં આપવા છતાં સીપીએમના આગેવાનો ઘોઘાગેટ ખાતે ધરણા પર બેસતા આગેવાનો-કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી.

શહેરમાં સવારે બંધના એલાનના કાર્યક્રમો દરમિયાન પોલીસે કોંગ્રેસઅને CPMના આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી. મુખ્ય બજાર થોડો સમય અંશત: બંધ રહી હતી. તસવીર - અજય ઠક્કર

િવપક્ષી નેતાની હોડવાળા કોર્પોરેટરો જ ડોકાયા નહીં

કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને પ્રજાનોતો સંપૂર્ણ સહકાર ના મળ્યો પરંતુ ખૂદ કોંગ્રેસના જ આગેવાનો બંધના કાર્યક્રમમાં દેખાયા ન હતા. હાલમાં કોર્પોરેશન િવપક્ષી નેતા પદ માટેની હોડ ચાલી રહી છે અને ઘણાં કોર્પોરેટરો તલપાપડ છે પરંતુ કોંગ્રેસના બંધના કાર્યક્રમમાં નેતા બનવા ઘણાં ઇચ્છુકો અને કોર્પોરેટરો ડોકાયા પણ ન હતા.

પેટ્રોલ-ડિઝલના ભાવ સામે બંધ, પેટ્રોલ પંપો શરૂ !

પેટ્રોલ-ડિઝલમાં સતત વધતા જતાં ભાવ અસહ્ય બનતા તેના િવરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું હતું. પરંતુ જે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ હતો તે પેટ્રોલ પંપો પ્રતિકાત્મક રીતે એકાદ-બે કલાક બંધ રાખી આખો િદવસ ખુલ્લા જ રહ્યા હતા અને બજારો બંધ કરાવવા ગયેલા ત્યાં ફરક્યા પણ ન હતા.

X
Bhavnagar - પ્રજાને ભાવ વધારો સહ્ય પણ બંધ નહીં !
Bhavnagar - પ્રજાને ભાવ વધારો સહ્ય પણ બંધ નહીં !
Bhavnagar - પ્રજાને ભાવ વધારો સહ્ય પણ બંધ નહીં !
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી