સંઘવી બી.એડ.કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ

શિક્ષણ કાર્યમાં બે માસ મોડું થયા બાદ 19 સપ્ટેમ્બરે મેરિટ લિસ્ટ જાહેર થશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - સંઘવી બી.એડ.કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ
એજ્યુકેશન રિપોર્ટર |ભાવનગર |15 સપ્ટેમ્બર

મહારાજા કૃષ્ણકુમાસિંહજી ભાવનગર યુનિ. દ્વારા મંજૂરી મળી જતા આવતી કાલ તા.16 સપ્ટેમ્બરને રવિવારથી ભાવનગરની ગૃ.હ.સંઘવી બી.એડ. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થશે. શિક્ષણ વિષયક નેશનલ ટીચર્સ કાઉન્સિલ દ્વારા આ કોલેજના રીપોર્ટ અને રજૂઆતને ધ્યાને લઇને એડમિશન પ્રક્રિયાને આખરે બહાલી આપવામાં આવી છે. તા.16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી રજાના દિવસોમાં પણ સવારના 12.30થી 4.30 દરમિયાન આ કોલેજ પ્રવેશ ફોર્મ ભરીને પરત કરવાના રહેશે.

આ પ્રવેશ ફોર્મ ભરાઇ ગયા બાદ ફોર્મના આધારે વિષયવાર, કેટેગરીવાર મેરિટ લિસ્ટ તા.19 સપ્ટેમ્બરને બુધવારે કોલેજ ખાતે જોવા મળશે. મેરિટના આધારે એમ.કે.બી.યુનિ. અને અન્ય યુનિ.ના વિદ્યાર્થી�ઓને પ્રવેશનું સમયપત્રક કોલેજના નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. પ્રવેશ માટે અસલ પ્રમાણપત્ર અને ફી (ભાઇ�ઓ માટે રૂા.2700 અને બહેનો માટે રૂા.1450) લઇને એડમિશન લઇ લેવું. મેરિટ બાદ તા.20 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર બે દિવસ દરમિયાન વિષય પ્રમાણે પ્રવેશ મેળવી લેવો.

સત્રનો અભ્યાસ પૂર્ણ કરી દેવાશે

આ વખતે NTCના નિયમથી સંઘવી બી.એડ.કોલેજમાં પ્રવેશ કાર્ય શરૂ થયું ન હતુ પણ આખરે હવે એડમિશન માટે મંજૂરી યુનિ. દ્વારા પણ મળી ગયા બાદ પ્રક્રિયા બે માસ મોડી શરૂ થઇ છે એટલે અમે રજા�ઓમાં પણ શિક્ષણ કાર્ય શરૂ રાખવાનો નિર્ણય લીધો છે અને 540 કલાકનું સત્રનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. પ્રિ.મનહરભાઇ ઠાકર, આચાર્ય, સંઘવી બી.એડ.કોલેજ

X
Bhavnagar - સંઘવી બી.એડ.કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App