વિજય હઝારે ટ્રોફી : સૌરાષ્ટ્રની ટીમમાં ભાવનગરના 3 ખેલાડી

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:41 AM IST
Bhavnagar - વિજય હઝારે ટ્રોફી : સૌરાષ્ટ્રની ટીમમાં ભાવનગરના 3 ખેલાડી
બીસીસીઆઇ દ્વારા રમાડવામાં આવતી વિજય હઝારે વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2018-19 માટેની સૌરાષ્ટ્રની ટીમની આજે ઘોષણા કરવામાં આવતા તેમાં ભાવનગરના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યુ છે.

વર્ષ 2017-18માં વિજય હઝારે ટ્રોફીમાં રનર્સ-અપ બનેલી સૌરાષ્ટ્રની ટીમમાં ભાવનગરના વિકેટ કીપર બેટ્સમેન શેલ્ડન જેક્સન, ઓલરાઉન્ડર ચિરાગ જાની અને જમણેરી લેગ સ્પીનર યુવરાજસિંહ ચૂડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અંડર-19 વર્લ્ડકપમાં ભારત વતી શાનદાર દેખાવ કરનાર ભાવનગરના વિકેટ કીપર બેટ્સમેન હાર્વિક દેસાઇને આશ્ચર્યજનક રીતે સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ નથી.

સૌરાષ્ટ્રીની ટીમ:- જયદેવ શાહ, ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, રોબિન ઉથપ્પા, શેલ્ડન જેક્સન, જયદેવ ઉનડકટ, સમર્થ વ્યાસ, અર્પિત વસાવડા, અવિ બારોટ, પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કમલેશ મકવાણા, યુવરાજસિંહ ચૂડાસમા,શૌર્ય સાણંદીયા, અગ્નીવેશ અયાચી, હાર્દિક રાઠોડ.

X
Bhavnagar - વિજય હઝારે ટ્રોફી : સૌરાષ્ટ્રની ટીમમાં ભાવનગરના 3 ખેલાડી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી