Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - ફાતિમા કોન્વેન્ટને 1-0થી હરાવી સિલ્વર બેલ્સે ચેમ્પિયનશિપ મેળવી

ફાતિમા કોન્વેન્ટને 1-0થી હરાવી સિલ્વર બેલ્સે ચેમ્પિયનશિપ મેળવી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

એક્રેસિલ કપ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્ના.

  • Bhavnagar - ફાતિમા કોન્વેન્ટને 1-0થી હરાવી 
 સિલ્વર બેલ્સે ચેમ્પિયનશિપ મેળવી
    ભાવનગર | ભાવનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના ઉપક્રમે 5મી એક્રેસિલ કપ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં ફાતિમા કોન્વેન્ટની ટીમને 1-0થી પરાસ્ત કરી અને સિલ્વર બેલ્સ હાઇ.ની ટીમે ચેમ્પિયનશિપ મેળવી લીધી છે.

    અત્રેના વાઘાવાડી રોડ પરના ભાવનગર પબ્લિક સ્કૂલના ગુલીસ્તા મેદાન ખાતે રમાઇ ગયેલા લીગ તબક્કામાં સિલ્વર બેલ્સની ટીમ 7 પોઇન્ટ સાથે પ્રથમ અને ફાતિમા કોન્વેન્ટની ટીમ 6 પોઇન્ટ સાથે દ્વિતિય ક્રમે આવી હતી, અને આ બે ટીમો વચ્ચે ફાઇનલ રમાડવામાં આવી હતી. ફાઇનલના મેન ઓફ ધ મેચ તરીકે ફાતિમાના વારીસ મલીક અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે સિલ્વર બેલ્સના કવન વ્યાસને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

    ઇનામ વિતરણ સમારોહ એક્રેસિલના સીએમડી ચિરાગ પારેખ, કેપ્ટન કિરીટસિંહ, ભાવનગર પબ્લિક સ્કૂલના આચાર્યા મોના ભટ્ટ, SGFIના તનસુખ છાંટબારની હાજરીમાં યોજાઇ ગયો હતો. આ તબક્કે ભાવનગર પબ્લિક સ્કૂલ દ્વારા વિના મુલ્યે મેદાન ઉપલબ્ધ કરાવવા માટે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ના સેક્રેટરી મુળરાજસિંહ ચૂડાસમા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ