Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - આવકના ઠેકાણા નથી’ને સ્વભંડોળને તળિયા ઝાટક કરવા લાખોના ખર્ચા

આવકના ઠેકાણા નથી’ને સ્વભંડોળને તળિયા ઝાટક કરવા લાખોના ખર્ચા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

Bhavnagar News - નજર અંદાજ | બાર હાથનું ચિભડુalt146ને તેર હાથનું બી જેવો મ્યુ. તંત્રનો વહીવટ ગત વર્ષે 31 કરોડની ખાદ્ય વર્ષની...

 • Bhavnagar - આવકના ઠેકાણા નથી’ને સ્વભંડોળને તળિયા ઝાટક કરવા લાખોના ખર્ચા
  ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર | 15 સપ્ટેમ્બર

  ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે. બે છેડા ભેગા થતાં નથી છતાં વાહનો-એસી પાછળના લાખોનો ખર્ચ સ્વભંડોળમાં ઉધારવા સામે તંત્ર કે શાસકને કોઇ પરવા નથી ! સ્ટેન્ડિંગ કમિટીમાં આજે સ્વભંડોળમાં ખર્ચાઓ ઉધારવા સામે સભ્યોએ તંત્ર પાસે આવક-જાવકનું સરવૈયુ માંગ્યુ હતું. જેમાં ઓડીટ િવભાગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ગત વર્ષે ભાવનગર મ્યુ. કોર્પોરેશનને રૂ.31 કરોડની ખાધ પડી હતી. જે ચાલુ વર્ષની આવકમાંથી ભરપાઇ કરવી પડી છે.

  મ્યુ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 28 પૈકી એક ઠરાવ પરત કરીને બે ઠરાવો અધ્યક્ષ સ્થાને મળીને કુલ 29 ઠરાવોને લીલીઝંડી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન કરવેરાની વસૂલાત કરવામાં તંત્રની ઢીલી નીતિ અને બિલની બજવણી મામલે તંત્રનો ઉઘડો લેવાયો હતો.

  તદ્દઉપરાંત રોડ અને બાંધકામોમાં એજન્સીઓને મુદ્દત વધારવાના મામલે તંત્રની નીતિ સામે સ્ટેન્ડિંગ સભ્યો રાતા-પીળા થયા હતા. વધુમાં ભળેલા ગામોમાં નંદઘરો બનાવવામાં તંત્રવાહકોની ‘પછી જોઇશુ’ની નીતિ સામે સભ્યોએ આડે હાથ લીધા હતા. ગંગાજળિયા તળાવમાં મલ્ટી પાર્કિંગનું કામ ચાલી રહ્યુ છે જે અડધુ નથી થયું ત્યાં જ ટેન્ડરોની આઇટમો વધારવાના મામલે સભ્યો ઉકળી ઉઠ્યા હતા અને ઠરાવને ફગાવી દીધો હતો.

  કાર્પેટ એરિયાની 50 ટકા સુધીની વસૂલાત : તંત્ર

  ભાવનગર મ્યુ. કોર્પોરેશનની 90 કરોડ કાર્પેટની િડમાન્ડ છે પરંતુ તેની સામે વસૂલાત 50 ટકા જ હોવાનું તંત્રએ સ્વીકાર્યુ હતું. હાલમાં 31.22 કરોડ એટલે કે, 30 ટકા વસૂલાત થઇ છે.

  સીલ મારવામાં અમે આડા નહીં આવીએ : શાસક

  િરકવરીમાં અમે ક્યારેય આડો હાથ નથી કરતા. અમે કોઇની ભલામણ નહીં કરીએ તેમ શાસક પક્ષે તંત્રને ખાત્રી આપી હોવા છતાં રિકવરી થતી નથી. જેની સામે શાસક પક્ષે રિકવરીમાં સામુહિક ઝુંબેશ કરવા સૂચના આપી છે.

  આવું પણ ચર્ચાયુ...

  સરકાર ગરીબ બાળકોની ચિંતા કરે છે, પણ અહીં ભાવનગરમાં સોસાયટીઓ સહમત હોવા છતાં નંદઘરો બનતા નથી

  4 વર્ષ જૂના વેરાની સ્કીમ 15 િદવસમાં પુરી થઇ જશે છતાં િડમાન્ડ નોટિસો પહોંચી નથી.

  લીઝ હોલ્ડ પ્લોટ્સમાં હેતુફેરમાં વર્તમાન કરતા 600 ગણો પ્રિમીયમ દર રિવાઇઝ કરવો યોગ્ય નથી, છતાં થશે.

  પેવીંગ બ્લોક, રિપેરીંગ, રવેચી ધામનો વધારાનો ખર્ચ અને અખિલેશ સર્કલ પાસે કોમ્યુનિટી હોલનો ખર્ચ સ્વભંડોળમાંથી પાડવાનો નિર્ણય ફગાવાયો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ