ભાવનગરમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન

ભાવનગર ઃ માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉમદા ઉકિતને ખરા અર્થમાં સાર્થક કરી રહેલી ભાવનગરની જાણીતી સેવાભાવી સંસ્થા...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:40 AM
Bhavnagar - ભાવનગરમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન
ભાવનગર ઃ માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉમદા ઉકિતને ખરા અર્થમાં સાર્થક કરી રહેલી ભાવનગરની જાણીતી સેવાભાવી સંસ્થા મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જરૂરીયાતમંદ પરિવારોના લાભાર્થે અનેકવિધ ધાર્મિક,આરોગ્યલક્ષી,સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ થઇ રહી છે. સંસ્થા દ્વારા આજદિન સુધીમાં યોજાયેલા સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં 451 યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા છે.

મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા સદગૃહસ્થોના સહયોગથી તા. 25-11 ને રવિવારે આર્થિક રીતે જરૂરીયાતમંદ શિક્ષીત તથા સંસ્કારી કુટુંબોની કન્યાઓના સમુહલગ્નોત્સવ યોજાશે. પ.પૂ. મહામંડલેશ્વર 1008 સ્વરૂપાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં યોજાનારા આ સમુહલગ્નોત્સવમાં જોડાનારી કન્યાઓને સદગૃહસ્થો,દાતાઓ દ્વારા કરીયાવર સ્વરૂપે જીવન જરૂરીયાતની અનેક ચીજવસ્તુઓ અપાશે. ટ્રસ્ટના આ પ્રેરણાદાયક સત્કાર્યમાં સહયોગ અને સહકાર આપવા ઇચ્છુકોએ મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ (એલ.આઇ.જી.-24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર,ભાવનગર) ખાતે વહેલી તકે સંપર્ક સાધવા ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

X
Bhavnagar - ભાવનગરમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App