Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - પાર્શ્વભકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના જરૂરીયાતમંદોને કિટનું થશે વિતરણ

પાર્શ્વભકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના જરૂરીયાતમંદોને કિટનું થશે વિતરણ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

ભાવનગર ઃકલા અને સાંસ્કૃતિક નગરી તરીકે ગુજરાત રાજયભરમાં ખ્યાતિપ્રાપ્ત ભાવનગર શહેરમાં અનેકવિધ સામાજિક અને...

  • Bhavnagar - પાર્શ્વભકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના જરૂરીયાતમંદોને કિટનું થશે વિતરણ
    ભાવનગર ઃકલા અને સાંસ્કૃતિક નગરી તરીકે ગુજરાત રાજયભરમાં ખ્યાતિપ્રાપ્ત ભાવનગર શહેરમાં અનેકવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગના ખરેખર જરુરીયાતમંદ પરિવારોને વર્ષોથી નીયમીતપણે નિયત સમયે જીવન જરૂરીયાતની અનેક ખાદ્યસામગ્રીઓની કિટ આપવામાં આવે છે. શહેરની જાણીતી પાશ્વભકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અતીશય જરૂરીયાતમંદ કુટુંબોને નાતજાતના ભેદભાવ વગર દર માસે વિનામૂલ્યે અનાજ તેમજ જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓની સહાય કરવામાં આવે છે એટલુ જ નહિ લાભાર્થી પરિવારોને ભોજન પણ કરાવાય છે. ટ્રસ્ટ દ્વારા તા. 16-9 ને રવિવારે સવારે 10.30 કલાકે કીટનો વીતરણનો કાર્યક્રમ શહેરના મેઘાણી સર્કલ નજીક સાંઇબાબાના મંદિરની સામે આવેલા માનવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

    આ પ્રસંગે એક સદગૃહસ્થ તરફથી તમામ લાભાર્થી કુટુંબો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ છે.અા ઉપરાંત ટ્રસ્ટ દ્વારા અન્ય પણ અનેક સેવાકીય પ્રવૃતિઓલ હાથ ધરાઇ રહી છેે.

    ભાવનગરમાં સંસ્થા દ્વારા વર્ષોથી થઇ રહેલી અસંખ્ય પ્રવૃતિઓ ગરીબ અને મધ્યમવર્ગ માટે આર્શિવાદસમાન છે.સંસ્થાના આ કાર્યમાં કાર્યકર ભાઇ,બહેનોને પ્રોત્સાહિત કરવા પધારવા અનુરોધ કરાયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending