Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - પાણીમાં થતા પ્રદુષણને અટકાવવા કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થાનો અભાવ

પાણીમાં થતા પ્રદુષણને અટકાવવા કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થાનો અભાવ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

ભાવનગર ઃ શહેરમાં ભાવનગર મ્યુ.કોર્પો.દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆતી કરવામાં આવી છે. જયારે શહેરમાં ઠેર-ઠેર ગણેશ...

  • Bhavnagar - પાણીમાં થતા પ્રદુષણને અટકાવવા કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થાનો અભાવ
    ભાવનગર ઃ શહેરમાં ભાવનગર મ્યુ.કોર્પો.દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆતી કરવામાં આવી છે. જયારે શહેરમાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવના આયોજન થયા છે.તે ગણપતિના વિસર્જના કારણે પ્રદુષણને કારણે પર્યાવરણને થનાર નુકશાન અંગે હજુ કોઇ પગલા લેવામાં આવ્યા નથી

    શહેરમાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવના આયોજનો થયા છે. જે ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવશે. શ્રધ્ધાળુઓ નદી કે સમુદ્દમાં ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરશે. પીઓપીની મૂર્તિને કારણે પાણીમાં પ્રદુષણ ફેલાશે ત્યારે પ્રદુષણ અટકાવવા માટે ભાવનગર મહાનગર પાલીકાએ ગણેશ વિસર્જનની અલગ વ્યવસ્થા કરવી જરૂરી હોય છે. જે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી અન્ય મહાનગરપાલીકાઓ પ્રદુષણ અટકાવવા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ પાણીનુ તળાવ બનાવી તેમા વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પરંતુ ભાવનગરમાં આવી કોઇ વ્યવસ્થા થઇ શકતી નથી ગત વર્ષોમાં ભાવનગર કોર્પોરેશને નવાબંદરે ગણેશ વિસર્જન માટે અલગ વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ આ વર્ષે આયોજનનો અભાવ દેખાય છે.

    મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવી જરૂરી

    ગણેશોત્સવની ઉજવણીમાં હવે ત્રીજા દિવસથી મૂર્તિ વિસર્જનનો પણ આરંભ થઇ ગયો છે ત્યારે ભાવનગર તો ભાગ્યશાળી છે કે તેને અડીને દરિયો આવેલો છે જ્યાં તંત્ર ધારે તો વિધિવત રીતે વિસર્જન કરાવવા આયોજન ઘડી શકે છે જેથી શહેરમાં બોરતળાવ કે અન્ય તળાવોમાં મૂર્તિઓના વિસર્જન ન થાય. આ ઉપરાંત કોળિયાક ખાતે વ્યવસ્થા ગોઠવવી જોઇએ સાથે બોરતળાવમાં પાણી પીવાના ઉપયોગમાં લેવાતું હોય ત્યાં પાણીમાં કોઇ મૂર્તિ વિસર્જન ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. દરમિયાનમાં આજથી ગણેશ ઉત્સવમાં જ્યાં જ્યાં ઘરે, શેરી કે સોસાયટીઓમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હોય ત્યાં વિસર્જનની પણ શરૂઆત થઇ ગઇ છે. સામાન્ય રીતે 3, 5, 7 કે 9, 11માં દિવસે એટલે કે એકી સંખ્યામાં સ્થાપનાના દિવસ આવે એટલે ગણપતિનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવતું હોય છે જેમાં માટીના ગણપતિ હોય તો ઘરની બહાર અને પીઓપીની મૂર્તિ હોય તો ભાવનગરમાં કોળિયાક જઇને મૂર્તિ વિસર્જન કરવાનું ચલણ છે. આજે ઉત્સવની ઉજવણીનો ત્રીજો દિવસ હોય નાના અને ઘરે કરાયેલા આયોજનોનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending