Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - બ્રહ્માંડ પોતાના નિયમો મુજબ જ વર્તે છે પરંતુ માનવીઓ વર્તતા નથી

બ્રહ્માંડ પોતાના નિયમો મુજબ જ વર્તે છે પરંતુ માનવીઓ વર્તતા નથી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

વૈજ્ઞાનિક ડો.પંકજ જોષીનું ભાવનગરમાં નાગરિક અભિવાદ કરાયું

  • Bhavnagar - બ્રહ્માંડ પોતાના નિયમો મુજબ જ વર્તે છે પરંતુ માનવીઓ વર્તતા નથી
    અબજો આકાશગંગા�ઓની ભરેલું સમગ્ર બ્રહ્માંડ આપણી કલ્પના કરતા પણ વિશાળ હોવા છતાં અને તેમાં ખરબો તારો હોવા છતાં આ બ્રહ્માંડ તેના ચોક્કસ નિયમો પ્રમાણે જ કાર્ય કરે છે અને આથી જ તેમાં વ્યવસ્થાપનને લગતા કોઇ પ્રશ્નો ઉદભવતા નથી જ્યારે માનવી�ઓના વ્યવસ્થાપનમાં ડગલેને પગલે પ્રશ્નો સર્જાય છે કારણ કે માનવી નિયમ પ્રમાણે વર્તતો નથી. જો માનવી ચોક્કસ નિયમ પ્રમાણે વર્તે તો વ્યવસ્થાપનના કોઇ પ્રશ્નો ઉદભવે નહીં તેમ આજે શિશુવિહાર ખાતે બ્રહ્માંડના વ્યવસ્થાપન વિષયે આયોજિત વક્તવ્યમાં વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક ડો.પંકજભાઇ જોશીએ સરળ શૈલીમાં જણાવ્યું હતુ.

    આજે શિશુવિહાર ખાતે આયોજિત કાર્યક્રમમાં મૂળ ભાવનગરના ડો.પંકજભાઇ જોશીએ કે જે�ઓ હાલ ચારુસેટ યુનિ.ના કુલપતિપદે નિમાયા છે તે�ઓએ આગવી શૈલીમાં જણાવ્યુ હતુ કે દેશ, રાજ્ય કે શહેરની તુલના ક્યાં કરવી અને આપણી જાતને તો ક્યાં ગણવી તે પ્રશ્ન થાય ત્યારે હું છું એવો અહમ છોડી દેશો તો જ બ્રહ્માંડના રહસ્યોને પામી શકશો.

    આજના કાર્યક્રમમાં યુનિ.ના ડો.ગિરીશભાઇ વાઘાણી અને શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ડો.જોશીનું ભાવનગર નાગરીક અભિવાદ કરવામાં આવ્યું હતુ.

    વિજ્ઞાનમાં અભિરૂચિ કેળવાય તેવો માહોલ સર્જોં

    આપણી શાળાઓમાં વિદ્યાર્થીઓ આવે છે તેનામાં ટેલેન્ટ નથી એવું નથી પણ શાળાઓમાં વિજ્ઞાન પ્રત્યે બાળકોમાં અભિરૂચિ કેળવાય તેવો માહોલ ઘડવો જરૂરી છે. વિદ્યાર્થીને સાયન્સ માટે પ્લેટફોર્મ મળવું જોઇએ આ દિશામાં આપણે ઘણું કામ કરવાનું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending