તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગુજરાતમાં 2600 ગ્રાન્ટેડ સ્કૂલમાં આચાર્ય ભરતીનું મુહૂર્ત આવતું નથી

ગુજરાતમાં 2600 ગ્રાન્ટેડ સ્કૂલમાં આચાર્ય ભરતીનું મુહૂર્ત આવતું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |18 �ઓગસ્ટ

ગુજરાત રાજ્યમાં અંદાજે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા�ઓમાં આચાર્યની ભરતી લાંબા સમયથી થઇ નથી. ગત મે માસમાં ભરતીની પ્રક્રિયા છેક છેલ્લી ઘડી સુધી પહોંચ્યા બાદ આચાર્યની નિયુક્તિમાં અનુભવ મામલે કાનૂની વિવાદ જાગતા અને આખરે મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચતા આ સત્રમાં પણ ગ્રાન્ટેડ શાળા�ઓમાં આચાર્યની જગ્યા ખાલી રહી હતી.

સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૦૦ ગ્રાન્ટેડ સ્કુલમાં આચાર્ય ની જગ્યા ખાલી પડી છે. આ માટે ગત મે માસમાં ભરતીની પ્રક્રિયા લગભગ પૂર્ણતાને આરે પહોંચી ગઈ હતી પરંતુ ત્યારબાદ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા�ઓમાં અનુભવ સ્પષ્ટતા પૂરતી ન થઇ હોય કેટલાક ઉમેદવારોએ આ ભરતી સામે વિરોધ નોંધાવી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી આથી સમગ્ર ભરતી પ્રક્રિયા ઠપ થઈ ગઈ હતી. લાંબા સમયથી રાજ્યમાં ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં કાયમી આચાર્યની જગ્યા ખાલી હોય ખાસ કરીને વહીવટી પ્રશ્નો પણ લાંબા સમયથી અણઉકેલ છે.

ભાવનગર જિલ્લામાં દસ તાલુકા�ઓમાં કુલ 60 હાઈસ્કૂલોમાં આચાર્ય ની જગ્યા વણપુરાયેલી છે જેમાં સૌથી વધુ ભાવનગર તાલુકામાં 13 જગ્યા ખાલી છે.

એકલા ભાવનગરમાં જ 13 હાઇસ્કૂલમાં આચાર્યની રેગ્યુલર પોસ્ટ ખાલી છે જેમાં મસ્તરામ હાઇસ્કૂલ, આર્યકુળ કન્યા વિદ્યાલય, મંગલભારતી લોક શાળા, ખી.લ.બહેરા મુંગા શાળા, સ્વામિનારાયણ હાઇસ્કૂલ, મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય, એમ.કે.જમોડ હાઇસ્કૂલ, સ્વામિ. શાળા નિર્ભય સોસાયટી, સરસ્વતી હાઇસ્કૂલ, મહાલક્ષ્મી ગર્લ્સ હાઇસ્કૂલ, સનાતન ધર્મ હાઇસ્કૂલ, નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને રોયલા હાયર સેકેન્ડરી સ્કૂલમાં આચાર્યની કાયમી જગ્યા ખાલી છે.

ક્યા- કેટલી જગ્યા ખાલી
તાલુકો જગ્યા

ભાવનગર 13

સિહોર 06

પાલિતાણા 09

ગારિયાધાર 06

મહુવા 07

તળાજા 09

વલભીપુર 03

ઉમરાળા 04

ઘોઘા 02

જેસર 01

કુલ 60

અન્ય સમાચારો પણ છે...