Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - નર્મદા કેનાલમાંથી પાણી આપવા પ્રશ્ને ધારાસભ્યની અાત્મવિલોપની ચિમકી

નર્મદા કેનાલમાંથી પાણી આપવા પ્રશ્ને ધારાસભ્યની અાત્મવિલોપની ચિમકી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

આક્રોશ |ગઢડાના ખેડૂતોના પ્રશ્ને MLA પ્રવીણ મારૂ આક્રમક ગઢડા, ઉમરાળા, વલભીપુર તા.નાં ગામોમાં નર્મદાનું પાણી...

  • Bhavnagar - નર્મદા કેનાલમાંથી પાણી આપવા પ્રશ્ને ધારાસભ્યની અાત્મવિલોપની ચિમકી
    ભાવનગર િજલ્લા સહિત ગઢડા પંથકમાં અપુરતા વરસાદના મોલસુકાઈ રહ્યાં છે. જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ત્યારે આ સ્થિતિમાં નર્મદાનું પાણી કેનાલ મારફતે આપવામાં આવે તો ખેડૂતોનું નુકશાનીમાંથી બચી શકે આ અંગે ધારાસભ્યે તાકીદે નર્મદા-કેનાલ, વસ્તડી કેનાલમાંથી પાણી છોડવા માંગ કરી છે.

    હાલમાં વરસાદની કમી છે અને ખેડૂતોનો મોલ સુકાઈ છે માટે નર્મદા કેનાલનું પાણી આપવું જરૂરી છે. રાણપુરથી નીંગાળાથી વલભીપુર તાલુકાના ગામના છેવાડાનાં ગામ સુધી પાણી ન મળવાની ફરીયાદ છે જેથી િદવસ બેમાં ગઢડા, ઉમરાળા અને વલભીપુર તાલુકાના નર્મદા કેનાલના િવસ્તારમાં સમાવેશ ગામોમાં નર્મદા કેનાલમાં પાણી મળી જાય તે બાબતે તાકીદે કાર્યવાહી કરવા અને બે દિવસમાં કોઈ પગલા નહીં ભરાય તો આત્મવિલોપન કરવાની ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂએ તંત્રને ચિમકી આપી છે.

    આ અંગે ગઢડાના વિધાનસભ્ય પ્રવિણભાઇ મારૂએ જણાવ્યું હતુ કે આ સંજોગમાં માલધારીઓ અને માલ ઢોરના પ્રશ્નોને અગ્રતા આપવી પડે તેમ હોય નર્મદાની કેનાલમાંથી ખેડૂતો અને માલધારીઓને ગંભીર કટોકટીનો સામનો કરવો પડે તેમ છે. આ સંજોગોમાં બે દિવસમાં નર્મદાના પાણી પ્રશ્ને ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુરના નર્મદાના કેનાલના વિસ્તારોમાં નર્મદાનું પાણી પ્રશ્ને કોઇ પગલા નહીં લેવાય તો પ્રવિણ મારૂએ આત્મ વિલોપનની ચીમકી આપી છે.

    પાણી પ્રશ્ને માલધારીઓને િહઝરત કરવી પડે તેવી સ્થિતિ

    આ વર્ષે જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી આથી ગઢડા તાલુકાના જળાશયોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ થયો નથી. આ સંજોગોમાં હવે જો વરસાદ નહીં વરસે તો આગામી મહિના�ઓમાં સ્થાનિક માલધારી�ઓને હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. નદી અને તળાવો ખાલી છે જેથી ખેડૂતોને પાકથી લઇને માલઢોરના પ્રશ્નો પણ આગામી દિવસોમાં ગંભીર બની શકે તેમ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ