Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - બાળકો સર્જીત માટીના ગણેશને પ્રતિસાદ : કાલે પણ પ્રદર્શન યોજાશે

બાળકો સર્જીત માટીના ગણેશને પ્રતિસાદ : કાલે પણ પ્રદર્શન યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:40 AM

સૌરાષ્ટ્ર સમાચાર અને સ્નેહા ફાઉન્ડેશન દ્વારા

  • Bhavnagar - બાળકો સર્જીત માટીના ગણેશને પ્રતિસાદ : કાલે પણ પ્રદર્શન યોજાશે
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાવનગર ¿ ગણેશજીની આસ્થા અને કુદરતના રક્ષણ સાથે સ્થાપના થાય તે શુભ હેતુથી દિવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચાર અને સ્નેહા ફાઉન્ડેશનના ઉપક્રમે બાળકોએ બનાવેલા માટીના ગણેશજીનું રૂપાણી સર્કલે બે દિવસ પ્રદર્શન રાખતા ભાવેણાવાસી�ઓનો સારો પ્રતિસાદ સાંપડતા વધુ એક દિવસ આગામી તા. 13 ને બુધવારે સવારે 9 થી 1 પ્રદર્શનનું આયોજન કરાયું છે.

    જરૂરીયાતમંદ બાળકોએ બનાવેલા માટીના ગણેશજીનું રૂપાણી સર્કલ ખાતે ગત તા. 8 અને 9ના રોજ પ્રદર્શન યોજાતા લોકોમાં ભારે આકર્ષણ રહ્યુ હતુ. સૌરાષ્ટ્ર સમાચાર અને સ્નેહા ફાઉન્ડેશન દ્વારા માટીના ગણેશનું પ્રદર્શન યોજાયુ હતુ. વેચાણ ના હતુ પરંતુ અનેક લોકો તે લઇ ગયા અને જરૂરીયાતમંદ બાળકોને સહાયરૂપ પણ થયા હતા લોકોની લાગણીને કારણે માટીના ગણેશનું વધુ એક દિવસ આગામી તા. 13 ને બુધવારે સવારે 9 થી 1 દરમિયાન રૂપાણી સર્કલે જ પ્રદર્શન યોજાશે.

    શહેરમાં ઈકોફ્રેન્ડલી માટીના ગણેશજીનું વેચાણ બમણું થયું

    ભાવનગર ¿ તા.13 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા માટીના ગણેશની મૂર્તિનું અભિયાન શરુ કરાયું છે તેની અસરથી ભાવનગર શહેરમાં આ વર્ષે ઇકોફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિની માગ વધી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માટીની મૂર્તિનું શહેરમાં વેચાણ લગભગ ડબલ થઈ ગયું છે. ઇકોફ્રેન્ડલી મૂર્તિ અંગે જાગૃતિ અભિયાનને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. જેના પગલે જાહેર ગણેશોત્સવમાં લગભગ તમામ જગ્યાએ નાની ઇકોફેન્ડલી માટીની મૂર્તિની સ્થાપના થાય છે અને તેનું વિસર્જન પણ કરાય છે. જ્યારે સજાવટ માટે મોટી પી�ઓપીની મૂર્તિ રાખે છે. જ્યારે 10 ટકાથી વધુ ઘરોમાં લોકો દ્વારા માટીની મૂર્તિની સ્થાપના કરે છે.

  • Bhavnagar - બાળકો સર્જીત માટીના ગણેશને પ્રતિસાદ : કાલે પણ પ્રદર્શન યોજાશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ