• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - પૂજય જૈનાચાર્યોના સાનિધ્યમાં મહાવીર જન્મ વાંચન પર્વની અાસ્થાભેર ઉજવણી કરાઇ

પૂજય જૈનાચાર્યોના સાનિધ્યમાં મહાવીર જન્મ વાંચન પર્વની અાસ્થાભેર ઉજવણી કરાઇ

ભાવનગર ¿ ભાવનગર શ્વે.મૂ.પૂ.તપા. જૈન સંઘમાં શાસનસમ્રાટ પૂ.પા. શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:40 AM
Bhavnagar - પૂજય જૈનાચાર્યોના સાનિધ્યમાં 
 મહાવીર જન્મ વાંચન પર્વની અાસ્થાભેર ઉજવણી કરાઇ
ભાવનગર ¿ ભાવનગર શ્વે.મૂ.પૂ.તપા. જૈન સંઘમાં શાસનસમ્રાટ પૂ.પા. શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છનાયક પૂ.પા. આ.ભ.વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં ભાવનગર સંઘની પ્રભુભકિતમય મેદનીની ઉપસ્થિતીમાં કલ્પસુત્રમાં આવતા વીરપ્રભુના જન્માધિકારનું વાંચન અનેરા ઉલ્લાસભેર કરાયુ હતુ. 83 વર્ષની જૈફ વયે પૂજયએ મંગલવાંચન કર્યુ હતુ.

આ ઉપરાંત પ.પૂ. આચાર્ય ભગવંત જીનેષરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. દિપરત્નવિજયજી મ.સા. તથા પ.પૂ. સાધ્વીજી ભગવંત ગુણસેનાશ્રીજી મ.સા.ના શિષ્ય સાધ્વીજી ભગવંત સુયશપ્રજ્ઞાશ્રીજી તથા ધર્મજ્ઞાશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણના મહાવીર જન્મ વાંચન પર્વની આજના દિવસે સકળ સંઘની નિશ્રામાં હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

X
Bhavnagar - પૂજય જૈનાચાર્યોના સાનિધ્યમાં 
 મહાવીર જન્મ વાંચન પર્વની અાસ્થાભેર ઉજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App