િબલ ચુકવવા સર ટી.ના સત્તાવાહકોને રસ્તો સુજ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર ટી. હોસ્પિટલમાં પણ ઓક્સિજનના બિલ બાકી

ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 14 ઓગસ્ટ

ઉત્તરપ્રદેશનાગોરખપુરમાં હોસ્પિટલે ઓક્સિજનના જથ્થાનું બિલ નહીં ચુકવતા ખાનગી કંપનીએ પુરવઠો બંધ કરતા એડી. િચફ સેક્રેટરીએ યોજેલી િવડીયો કોન્ફરન્સમાં ભાવનગર સર ટી.હોસ્પિટલમાં પણ ઓક્સિજનનું બિલ બાકી હોવાનું બહાર આવતા તાત્કાલિક બિલ ચુકવવા સુચના આપતા તંત્રમાં દોડધામ મચી છે.

ઉત્તર પ્રદેશની હોસ્પિટલમાં ઓક્સિજનના બાકી બિલથી 60 જેટલા લોકોના મોત થતા ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સચેત થઈ ગયું છે. અને બિલનું ચુકવણાના અભાવે પ્રજાને હાડમારી ભોગવવી પડે તે માટે તાજેતરમાં રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના એડિ.ચિફ સેક્રેટરી પુનમચંદ પરમારે વિડીયો કોન્ફરન્સ યોજતા ભાવનગર સર ટી. હોસ્પિટલના બિલો અટકાવ્યાની રાવ હોસ્પિટલના સત્તાધિશોએ કરતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યુ હતું અને એન-કેન પ્રકારે ઓક્સિજનના બિલો ચુકવવા સૂચના આપવામાં આવી હતી. જેથી તંત્રવાહકોમાં પણ દોડધામ મચી છે.

પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, બિલ ચુકવાઈ જશે

^સરટી. હોસ્પિટલના ઓક્સિજનનું બિલ ચુકવવાનું બાકી છે તાત્કાલિક ચુકવવા માટે હેલ્થના એડી. િચફ સેક્રેટરીની સૂચના છે. પેઈમેન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈગયો છે બિલ ચુકવાઈ જશે. >ડો.વિકાસિસન્હા, મેડીકલસુપ્રિ.સર ટી.હોસ્પિટલ

ગોરખપુરની ઘટનાને પગલે આરોગ્યના એડી િચફ સેક્રેટરીની તાત્કાલિક બિલ ચુકવવાના આદેશથી સર ટી.ના અધિકારીઓની દોડધામ

હોસ્પિટલનું આરોગ્ય કથળ્યું | યુપીની હોસ્પિટલમાં બિલ નહીં ચુકવાતા ઓક્સિજન બંધ કરાતા 60ના થયા હતા મોત

સર ટી. હોસ્પિટલા ઓક્સિજન સહિત જુદા-જુદા કાર્ય અને સુવિધાના અંદાજીત રૂા.આઠે’ક લાખના બિલો તિજોરી કચેરીમાં બાકી હોવાનું જાણવા મળેલ છે. જે તિજોરી અધિકારી દ્વારા અટકાવેલ છે. જેની રાજ્ય આરોગ્ય િવભાગમાં પણ ફરિયાદ કરેલ છે. ત્યારે ઓક્સિજનના તાત્કાલિક ચુકવણી માટે કેન્દ્ર સરકારની અન્ય ગ્રાન્ટ કે જેમાં તિજોરી અધિકારીની મંજુરી આવશ્યક હોય તેમાંથી ચુકવવા સર ટી.ના સત્તાધિશોએ રસ્તો કાઢ્યો છે.

અન્ય સમાચારો પણ છે...