સ્વચ્છ ભારતનાં નિર્માણ માટે જંગે ચડેલા યુવાનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છ ભારત અે આજકાલ સૌ કોઇનું સ્વપ્ન છે. સ્વચ્છતા જાળવવી દરેક ભારતીયની ફરજ પણ છે. સ્વચ્છ ભારતનાં નિર્માણ માટે યુવાનો જાણે જંગે ચડ્યા છે.

શરૂઆત થઇ ભાવનગર મહાનગરપાલિકા સાથેના કોન્ટ્રાક્ટથી. પાંચ વર્ષ માટે 34 જેટલાં વાહનો દ્વારા સફળતાપૂર્વક કરી. ડંકાવાળું વાહન ક્યારે આવશે? તેની રાહ ગૃહિણીઓએ જોવી પડે તેવુ઼ શ્રેષ્ઠ મેનેજમેન્ટ પાંચ વર્ષ દરમિયાન પુરૂં પાડવામાં આવ્યું. ભાવનગરની જેમ રાજકોટ કોર્પોરેશનમાં 185થી વધુ વાહનોના ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી કરતી કંપનીનાં કર્મચારીઓ સમયપાલન માટે ચુસ્ત છે. ઘરે ઘરે ફરી ઘનકચરો એકત્ર કરવાની કામગીરી માત્ર ધંધાકીય હેતુ માટે નથી. પણ કાર્ય દ્વારા સ્વચ્છ-ભારત અભિયાનમાં યોગદાન આપ્યાનો સંતોષ પણ યુવાનોની વાતમાં છલકી ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...