• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 2002થી 2017 સુધીની કારકિર્દીની યાત્રામાં અનેક ઉતાર ચડાવ અનુભવ્યા

2002થી 2017 સુધીની કારકિર્દીની યાત્રામાં અનેક ઉતાર-ચડાવ અનુભવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્ર 1000 રૂ.ના માસિક વેતનથી કેરિયરની શરૂઆત કરનાર દીપકભાઇને લાડથી બધા ડી.જી.ના હુલામણા નામે બોલાવે છે. ભાવનગરના ખ્યાતનામ આર્કિટેકની ઓિફસમાં પ્રારંભિક ઘડતર મેળવ્યા બાદ 2005માં M/s ડી.જી. નાકરાણી નામની પેઢીની સ્થાપના કરી. જીંદગીમાં માત્ર પૈસા કમાવવા માટે નહીં પણ કંઇક બનવું હતું અને સાથોસાથ અનેકને ઉપયોગી થવું હતું.

િવચારો ઉત્તમ અને આદર્શ હતા પણ તેને સાકાર કરવા માટે જરૂરી હતો અથાગ પરિશ્રમ. પોતાની કથની કહેતી વખતે દીપકભાઇની આંખમાં એક અનોખી ચમક આવી ગઇ. પ્રારંભમાં બીઅેસએનએલની કચેરીમાં નાના-મોટા કોન્ટ્રાક્ટ મેળવી પરિશ્રમના પ્રસાદ રૂપે આવક મેળવી. પણ મનમાં કશુંક ખટકતું હતું. કાંઇક અધુરૂ હોય તેવી સંવેદના થતી હતી. જુદા જુદા સ્થળોએ કામ દરમિયાન નોકરી માટે આંટાફેરા મારતા યુવાનોની આંખમાં ડોકીયા કરતી મજબુરી તેમના હૃદયને સ્પર્શી ગઇ હતી.

ભાવનગરમાં નોકરીવાચ્છુ ઉમેદવાર અને સ્કીલ એટલે કે આવડતવાળા સ્ટાફની ઉણપ ધરાવતા તંત્ર વચ્ચે દીપકભાઇ બન્યા કડી રૂપ અને આઉટસોર્સ દ્વારા સ્ટાફ પુરો પાડવાનો કોન્ટ્રાક્ટ શરૂ કર્યો.

એક નવી દીશામાં પગરણ માંડ્યા. બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારલક્ષી તાલીમ આપવાનું શરૂ કર્યુ અને ભાવનગરમાં તંત્રને પુરી પાડ્યા નિપૂણતા ધરાવતા કર્મચારીઓ. સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજથી થયેલી શરૂઆત બાદ સમગ્ર િજલ્લામાં સેવાનું િવસ્તરણ કર્યું. ભાવનગર પછી જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ધીરે ધીરે રાજ્યના અનેક શહેરોમાં મિશન-રોજગારીનું અભિયાન સફળ રહ્યું.

દીપકભાઇ કહે છે કે, સરકારના જુદા જુદા અનેક િડપાર્ટમેન્ટમાં અમારા તાલીમબદ્ધ કર્મચારીઓ પુરા પાડ્યા છે. પેરા મેિડકલ, ટેકનિલક, વહીવટી, સલામતી અને હાઉસ કીપીંગ જેવા કામો માટે અમે કર્મચારીઓ પુરા પાડીએ છીએ. દોઢ દાયકાની યાત્રામાં અનેક મુશ્કેલીઓ પડી છે. ક્યારેક હતાશા અને િનરાશા ઘેરી વળે તેવા પ્રસંગો પણ બન્યા છે. પણ તે સમયે અમે બેરોજગારોની આંખમાં બેરોજગારી મળ્યા પછીની ચમક જોઇએ છે. ત્યારે અમારી હિંમત, ઉત્સાહ વધી જાય છે. હજી વધુને વધુ લોકોને રોજગારી મળી રહે મારૂ સ્વપ્ન છે અને તે મારી બે આંખોનું નહીં પણ હજારો આંખોનું છે. ત્યારે સાકાર કરવા માટે કટિબદ્ધ છું.

અન્ય સમાચારો પણ છે...