ભાવનગરમાં સૌપ્રથમ વખત બહેનો દ્વારા મટકી ફોડ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સનાતનધર્મ ઉત્કર્ષ સમિતિના ઉપક્રમે તા.15 �ઓગસ્ટને મંગળવારે સાંજે 4 કલાકે બ્રહ્મ સમાજના નારા હૈ... હર સમાજ હમારા હૈ...ના સૂત્રને સાર્થક કરવા શહેરમાં એક અનોખી રીતે ઉજવણી કરાશે. સમિતિના અધ્યક્ષ રાજુભાઇ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ શહેરને જ્ઞાતિવાદથી મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે એક સાથે 6 જ્ઞાતિ એક મંચ પર આજી ઐતિહાસિક ઉજવણી કરશે. જેમાં સૌ પ્રથમ વખત કુલ 11 મટકી ફોડવાનું આયોજન કરાયું છે. 6 મટકી મોઢ ચાતુર્વેદિય રાજગોર સમવાય જ્ઞાતિની વાડીમાં અન. 5 મટકી રાજગુરૂ ચોક, હલુરિયા ચોકમાં મટકી ફોડવામાં અાવશે.

અવસરે સંતો-મહંતો, નામાંકિત આગેવાનો, ઉદ્યોગપતિ�ઓ, વિવિધ જ્ઞાતિ અને સમાજના અગ્રણી�ઓ વિગેરે ઉપસ્થિત રહેશે. આયોજન સાથે સાંંજે 4 કલાકે મોઢ ચાતુર્વેદિય જ્ઞાતિની વાડીમાં બાળકો માટે ફેશન શો, ડાન્સ કોમ્પિટિશન, વડિલોનું સન્માન અને વિશિષ્ટ અભિવાદન કરવામાં આવશે. સાથે તમા જ્ઞાતિજનો માટે દાંડિયા રાસ અને ડી.જે.નુ઼ આયોજન પણ કરાયું છે. તો નગરજનોને માણવા નિમંત્રણ પાઠવાયું છે.

6 જ્ઞાતિ ભેગી થઇ મટકી ફોડશે

રાજુભાઇ ઉપાધ્યાય દ્વારા અનોખું આયોજન

અન્ય સમાચારો પણ છે...