આજે ઠેર-ઠેર જન્મોત્સવના વધામણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

�ઓમસેવા ધામ દ્વારા આજે સરદારનગરમાં ગુરૂકુળની પાછળ આવેલ સંસ્થાના પરિસરમાં 108 બાળકોની શ્રેષ્ઠ ક્રિષ્ના વેશભુષાનો કાર્યક્રમ યોજાશે. મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા દિપાંકર ત્રિવેદી મુખ્યમહેમાનપદ શોભાવશે. વેળા નંદકુંવરબા ક્ષત્રિય મહિલા વિદ્યાલય દ્વારા રાસલીલા અને મટકીફોડ અને અભિનય ગીત રજૂ કરાશે.

ઇસ્કોનમંદિર (સીદસર રોડ)

શહેરનાસીદસર રોડ પર મોહનનગરમાં આવેલા ઇસ્કોન મંદિરે આજે સાંજે 5 થી કિર્તન, પ્રવચન, લીલા નાટક, અભિષેક, મહાઆરતી, રાત્રીના 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તેમજ તા. 16-8 ને બુધવારે સાંજે 5 થી 7 શ્રીલ પ્રભુપાદ જન્મોત્સવની કથા, બાદ સાંજે 7 થી 8 શ્રીલ પ્રભુપાદ અભિષેકવિધિ થશે.

કૃષ્ણભકતપરિવાર

કૃષ્ણભકતપરિવાર દ્વારા આજે રાત્રે 9 કલાકે યશવંતરાય નાટયગૃહમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેમાં 80 બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે. કૃષ્ણ ભકત પરિવારના ગૌરાંગીદેવીદાસી દ્વારા ભજન સત્સંગ પ્રવચન કરાશે. રાત્રે 12 કલાકે મહાઅભિષેકવિધિ થશે.

બાલહનુમાન મિત્ર મંડળ (નીર્મળનગર)

મંડળદ્વારા આજે સાંજે 7 થી 12 નિર્મળનગરમાં શેરી નં. 8 શિવાલય ફલેટ પાસે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે.પ્રારંભે કાળભૈરવદાદાના મહંત હરનાથબાપુના હસ્તે દિપપ્રાગટયવિધિ થશે. સાંજે 7 થી 12 મટકીફોડનો કાર્યક્રમ યોજાશે.

ખાંડીયાકુવા ખોડીયાર મંદિર (સંસ્કારમંડળ)

સંસ્કારમંડળ નજીક આવેલા ખાંડીયા કુવા ખોડિયાર માતાજીના મંદિરે આજે સવારે 5 વાગ્યાથી નટખટ કાનુડાનું મુવીંગ દ્રશ્ય અનેે ગોકુળીયુ દર્શનાર્થે ખુલ્લુ રહેશે. રાત્રે રાસકિર્તન, કૃષ્ણભકિતના ગીત, મટકીફોડનો કાર્યક્રમ યોજાશે. રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.

ઓમકારેશ્વરમંદિર (કણબીવાડ)

કણબીવાડના�ઓમકારેશ્વર મહાદેવના મંદિરે આજે સાંજે 6 થી 12 દરમિયાન પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના ભવ્ય શણગારની ઝાંખી કરાવવવામાં આવશે. રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મની મહાઆરતી થશે.

સમસ્તરબારી સમાજ

રબારીસમાજ દ્વારા વડવાળા મંદિર (પાનવાડી) ખાતે આજે સવારે 10 કલાકે ધજારોપણ, રાત્રે 9 થી 12 સત્સંગ કિર્તન યોજાશે. બાદ રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. મહાઆરતી, દીપમાળા થશે.

સ્વામિનારાયણમંદિર (લોખંડબજાર)

આજેરાત્રે 8-30 થી 12 સુધી મંદિરમાં ધામધૂમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
અન્ય સમાચારો પણ છે...