• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓનું આગળ ધપી રહેલું આંદોલન

રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓનું આગળ ધપી રહેલું આંદોલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કાલેે સાંજે બેન્ક કર્મીઓ કોર્પોરેશન બેન્ક ખાતે ભેગા થઇ સૂત્રોચ્ચાર કરશે

ભાવનગર | 14 �ઓગસ્ટ

યુનાઇટેડફોરમ �ઓફ બેન્ક યુનિયન્સના આદેશ અનુસાર તા.22 �અોગસ્ટ,2017ના રોજ દેશભરની તમામ વાણિજ્ય અને રાષ્ટ્રીયકૃત બેન્કોના 10 લાખ કર્મચારી�ઓ હડતાલમાં જોડાવાના છે. લડત તબકકાવાર આગળ ધપી રહી છે તેમાં તા.16 �ઓગસ્ટને બુધવારે સાંજે 4.30 કલાકે સામૂહિક સૂત્રોચ્ચારનો કાર્યક્રમ ભાવનગર શહેરમાં કોર્પોરેશન બેન્ક ખાતે ભાવનગર શહેરની તમામ બેન્કોના કર્મચારી�ઓ દ્વારા કરવામાં આવશે.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન, સ્ટેટ બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન તેમજ સ્ટેટ બેન્ક �ઓફિસર્સ એસોસિએશન દ્વારા વધુમાં જાણવાયું છે કે બેન્કિંગ ઉદ્યોગમાં કાર્યરત કર્મચારી�ઓની વિરોધમાં હોય તેવી નીતિ સરકારની છે સુધારણાના નામે બેન્કોના વિલિનીકરણની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે. એક તરફ સરકારી રાષ્ટ્રીયકૃત બેન્કોની સંખ્યા ઘટાડવાની નીતિ હાથ ધરવામાં આવી છે તો તેના વિરોધાભાસ સ્વરૂપે ખાનગી બેન્કો ખોલવાના લાયસન્સની મંજૂરી આપવામાં આવે છે. રીતે વિરોધી નીતિ સામે લડતનો આરંભ કરાયો છે. જેના ભાગરૂપે સામૂહિક સૂત્રોચ્ચાર કરવામાં આવશે.

િવરોધ | સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે લડત

અન્ય સમાચારો પણ છે...