• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કલસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સુપેરે સંપન્ન

કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સુપેરે સંપન્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર પ્રેરિત તથા મહુવા કલસ્ટર રિસોર્સ સેન્ટર- એમ.એસ.બી.- 9 /12 /13 આયોજિત કલસ્ટર કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન એમ.એસ.બી.શાળા નં.-5માં યોજાઈ ગયેલ હતો.

ટકાઉ વિકાસ માટે નાવીન્યતા-નવીનીકરણ મુખ્ય વિષય પર યોજાયેલ સાયન્સ ફેરમાં વિભાગ-1માં શાળા નં.-6ની ઔષધીઓનો આરોગ્ય માટે ઉપયોગ, શાળા નં.-5ની સ્વાઈન ફલૂ, શાળા નં.-10ની હવાનું શુધ્ધિકરણ કૃતિ પ્રથમ ક્રમે આવેલ. વિભાગ-2માં શાળા નં.-6ની મલ્ટીલેયર સ્માર્ટ પાર્કિંગ, શાળા નં.-15ની ઈલેક્ટ્રીક કાર, શાળા નં.-7ની તરંગ કૃતિ પ્રથમ ક્રમે આવેલ. વિભાગ-3માં શાળા નં.-9ની કચરાનું વ્યવસ્થાપન, શાળા નં.-15ની વેક્યુમ ક્લિનર, શાળા નં.-2ની ટપક સિંચાઈ અને કિચન ગાર્ડન કૃતિ પ્રથમ ક્રમે આવેલ. વિભાગ-4માં શાળા નં.-8ની એરોપ્લેન મોડેલ, શાળા નં.-5ની ભૂતિયો પિરામિડ, શાળા નં.-7ની આપત્તિસૂચક યંત્ર કૃતિ પ્રથમ ક્રમે આવેલ. વિભાગ-5માં શાળા નં.-6ની સંયુક્ત કામનો દર, શાળા નં.-15ની જાદૂઈ કોયડો, શાળા નં.-7ની સાદુ સૂક્ષ્મદર્શક યંત્ર કૃતિ પ્રથમ ક્રમે આવેલ.

મહુવા શહેરમાં ઉત્સાહભેર યોજાયેલો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...