તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસીમ-નઈમની તપાસ NIAને સોંપવા રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઅને ભાવનગરમાંથી પકડાયેલા આઈએસઆઈએસના બે આતંકવાદી તેવા સગાં ભાઇ વસીમ આરીફભાઇ રામોડિયા અને નઈમ આરીફભાઇ રામોડિયાના સંપર્કો સીરિયા સુધી ફેલાયેલા હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. જેથી કેસની તપાસ હવે ગુજરાત કે અન્ય રાજ્યો પૂરતી મર્યાદિત નહીં રહીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહોંચી છે. જેથી કેસની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવે તેવી માંગણી એટીએસ દ્વારા કરવામાં આવી છે. જે માટે એટીએસએ ગુજરાત સરકારના ગૃહ વિભાગને પત્ર લખીને તપાસ એનઆઈને સોંપવામાં આવે તેવી માંગણી કરી છે. એટીએસના પત્રની હાલમાં ગૃહ વિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે. પરંતુ ટૂંક સમયમાં કેસની તપાસ એનઆઈએને સોંપી દેવાશે તેવું ગૃહ વિભાગના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. જેમાં બંને ભાઇઓએ લોન વૂલ્ફ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી એટીએસને નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર તેમના સ્ટેટ્સ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના આઈએસઆઈએસના લીડરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વસીમ અને નઈમના કેસની તપાસ ગુજરાત કે અન્ય રાજ્યો સુધી મર્યાદિત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાનું એટીએસની તપાસમાં પુરવાર થયું છે. જેથી કેસની તપાસ એનઆઈએને સોંપવાની રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો