તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • સાક્ષરતા પરીક્ષા પાસ કરનારા હવે ધો.3 ધો.5ની પરીક્ષા આપી શકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાક્ષરતા પરીક્ષા પાસ કરનારા હવે ધો.3-ધો.5ની પરીક્ષા આપી શકશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાક્ષરભારત યોજના અંતર્ગત ભાવનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં વર્ષે પંચવર્ષીય યોજના 2012-2017 અંતર્ગત છેલ્લી વખત સાક્ષરતા પરીક્ષા યોજાશે.

અંગે વધુ માહિતી આપતા ભાવનગરના નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી ઉમેશ જોષીએ જણાવ્યું હતુ કે નિરક્ષરોની સાક્ષર યોજના બાદ અાગામી, એપ્રિલ 2017થી સમાનતા યોજના અમલમાં આવશે જેમાં જે જે નિરક્ષરો સાક્ષર થયા છે તેઓ પોતાની શૈક્ષણિક ક્ષમતા પ્રમાણે ધો.3 કે ધો.5ની પ્રાથમિક શાળામાં લેવાતી પરીક્ષા આપી શકશે. લાયકાત પ્રમાણે ધો.3 અથવા ધો.5ની પરીક્ષા આપ્યા બાદ પરિણામ આવે અને પાસ થાય તો તે વ્યક્તિ ધો.3 કે ધો.5 ગણાશે અને આગળ અભ્યાસ કરી શકશે. પરીક્ષા માટે જે નવ સાક્ષર થયા તેને પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી, ગણિત જેવા વિષયો ભણાવવામાં આવશે અને તે માટે પ્રવાસી શિક્ષકોને રૂા.150થી લઇને રૂા.300 સુધી માનદ વેતન આપી ભરતી કરવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારના લક્ષ્યાંક પ્રમાણે જે સર્વે થયા તે મુજબ કુલ 1,27,736 જેટલા નિરક્ષરોની પરીક્ષા લેવામાં આવી છે.

5 ગામોના 100 ટકા નિરક્ષરોએ પરીક્ષા આપી

સાંસદદ્વારા દત્તક લેવાયેલા ભાવનગર જિલ્લાના કુલ પાંચ ગામો જેમાં ફરિયાદકા, ઉગામેડી, રાણપરડા, સોનપરી અને સખવદર ગામોમાં 100 ટકા નિરક્ષરોએ સાક્ષરતા પરીક્ષા અાપી હતી.

વર્ષમાં બે વખત લેવાય છે સાક્ષરતા કસોટી

દરવર્ષે સાક્ષર ભારત અંતર્ગત નિરક્ષરમાંથી સાક્ષર કરવા માટેની પરીક્ષા બે વખત લેવામાં આવે છે જેમાં એક પરીક્ષા માર્ચમાં જે આજે લેવાઇ અને બીજી કસોટી �ઓગસ્ટ માસમાં લેવામાં આવી રહી છે.

જિલ્લામાં કુલ મળી 1.55 લાખ નિરક્ષરોને સાક્ષર કરાયા

શૈક્ષણિક| પ્રવાસી શિક્ષકો દ્વારા અભ્યાસની તૈયારી કરાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો