તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાના કેસમાં આર્મીમેનને આજીવન કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
િલગલ રિપોર્ટર | ભાવનગર | 8 સપ્ટેમ્બર

તાજહુમલા પ્રકરણના સીક્યુરીટી ગાર્ડ અને ભાવનગર ખાતે રહેતા આર્મીમેને આજથી દોઢ વર્ષ પૂર્વે તેની પત્ની અને પ્રેમી ઉપર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. બનાવમાં પત્નીના પ્રેમીનુ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આર્મીમેન સામેથી પોલીસમાં હાજર થતાં તેની ધરપકડ કરાઇ હતી. જે અંગેનો કેસ આજરોજ ભાવનગરની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આર્મીમેનને હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ફટકારી છે.

ચકચારી ઘટનાની પ્રાપ્ત િવગતો મુજબ મુંબઇની તાજ હોટલમાં થયેલા હુમલા પ્રકરણ નેશનલ સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રીના કમાન્ડો રહી ચૂકેલા અને શાર્પ શુટર આર્મીમેન જીગરભાઇ હરેશભાઇ વ્યાસ શ્રીનગર ખાતે ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન ચેતનાબેન સાથે થયા હતા.

આર્મીમેનને ફરજ અર્થે બહાર રહેવાનું થતું હોય તેમણે તેમના મિત્ર દેવેન્દ્ર રણજીતસિંહ શર્માને પોતાની પત્ની તથા માસુમ પુત્રીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. પરંતુ જીગરભાઇની પત્ની બેવફા નીકળતા અને રખેવાળ કરતા પતિના મિત્ર દેવેન્દ્ર સાથે પ્રેમ સંબંધ બંધાતા સંબંધ છેક બેડરૂમ સુધી પહોંચી ગયો હતો. વાતની જાણ જીગરભાઇને થતાં પતિ-પત્નીની વચ્ચે બાબતે અનેકવાર ઝઘડા થયા હતા અને વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ હતી. પત્નીને સમજાવવાના જીગરભાઇએ છેક સુધી પ્રયાસો કર્યા હતા. પરંતુ તે નાકામીયાબ નીવડ્યા હતા.

મામલે ચેતનાબેને તેના પતિનું ઘર છોડી તેના પ્રેમી દેવેન્દ્ર સાથે જવેલસ સર્કલ નજીક આર.કે. પોઇન્ટ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ફ્લેટમાં રહેવા જતી રહી હતી. જ્યાં તા.13-2-2015 એટલે કે વેલેન્ટાઇન ડે ની પૂર્વ સંંધ્યાએ જીગરભાઇ પહોંચતા અને તેની પત્ની ચેતનાબેન અને પ્રેમી (બેવફા દોસ્ત) દેવેન્દ્રને કઠંગી હાલતમાં જોઇને તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરિંગ કરતા દેવેન્દ્ર શર્માનું નગ્ન અવસ્થામાં મોત થયું હતું. જ્યારે પત્ની ચેતનાને ઇજા પહોંચી હતી.

અંગે આર્મીમેનના પત્ની અને ભાવનગર પરાની રેલવે કચેરીમાં જૂનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ચેતનાબેન વ્યાસે ડિવિઝન પોલીસ મથકમાં તેના પતિ જીગર હરેશભાઇ વ્યાસ િવરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ આર.કે.

...અનુસંધાનપાના નં.11એપાર્ટમેન્ટમાંઆવી તેણી સાથે ડીવોર્સની ડીસકસ કરતા હતો હતો તે વેળાએ ઉશ્કેરાઇ તેણે તેની પાસે રહેલી પીસ્ટલમાંથી તેણીને બે ગોળી મારી તેનો મિત્ર દેવેન્દ્ર અન્ય રૂમમાં હોય ત્યાં ઘુસી જઇ તેના પર ફાયરિંગ કરતા અને તે બાથરૂમમાં ઘુસી જતાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી.

ઉપરોક્ત હત્યાનો કેસ ભાવનગરના પાંચમાં એડિશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં બચાવ પક્ષના લીગલ એડ તરીકેના વકીલ પી.પી. જાડેજા, સરકારી વકીલ વી.બી. રાણાની ધારદાર દલીલો અને િજલ્લા સરકારી વકીલ િવજયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ 48 દસ્તાવેજી પુરાવા અને 46+2 સાક્ષીની જુબાનીને ધ્યાને લઇ જજે 143 પાનાનો ચુકાદો આપી આરોપી જીગર હરેશભાઇ વ્યાસને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂ.3000નો દંડ કર્યો હતો. જ્યારે પત્ની પર જીવલેણ હુમલામાં 307 બદલે કલમ 326ના ગુન્હામાં દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

જોકે આર્મ્સ એક્ટના ગુનામાં િનર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. અદાલતે તમામ સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે.

પત્નીએ પતિ અને તેના સાસરિયા સાથે કર્યો િવશ્વાસઘાત

આર્મીમેનજીગરભાઇના પરિવારજનોએ આજે કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ ચેતનાબેન 12 તોલાના દાગીના 1, મોટરકાર, બે લાખ રૂપિયા જીગરભાઇ પાસેથી અને રૂ.50 હજાર તેમની માતા પાસેથી રોકડા, ફ્રીઝ, એસી, ટીવી સહિત કુલ રૂ. 17 લાખનો માલ-સામાન લઇ ગયા છે. પત્ની પર અોળઘોળ જીગરભાઇને ચેતનાને 1600થી વધુ તો જુદા જુદા પંજાબી ડ્રેસ લઇ આપ્યા હતા અને રજવાડીની જેમ તેને રાખતા હતા. છતાં તેણીએ વ્યાસ પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે.

હત્યાનાઆરોપી આર્મીમેને 7 મેડલ મેળવ્યા છે

બેવફાપત્નીના પ્રેમીની હત્યા કરનાર જીગર હરેશભાઇ વ્યાસ 15 વર્ષથી આર્મીમાં છે. નાઇન પેટા કમાન્ડો કે જેમાં ગુજરાતના માત્ર બે વ્યક્તિ છે. તેમાંના 1 જીગરભાઇ (ભાવનગર) અને બીજા ચેતનભાઇ ચૌધરી (મહેસાણા) છે. ગત તા.26-11 તાજ હુમલા પ્રકરણમાં (એનએસજી નેશનલ સીક્યુરીટી ગાર્ડ) તરીકે ફરજ બજાવતા હતા. જેમાં પોતે 1 ગોળી ખાધેલ અને યુનિય દ્વરા બે આતંકવાદીને ઠાર માર્યા હતા. તેમને રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલ દ્વારા મેડલ આપવામાં આવેલ. જીગરે કુલ 7 આતંકવાદીને ઠાર મારી ત્રણવાર ગોળી ખાધી છે અને 7 ચંદ્રક મેળવ્યા છે. તેઓએ તાજ પ્રકરણ ઉપરાંત નાગાલેન્ડમાં આતંકવાદી સામે ફાઇટ આપેલ તેમજ જમ્મુ-કાશ્મીરમાં મેન્ડરમાં પણ લડત આપી હતી.

દોઢ વર્ષ પહેલા ડાયવોર્સની ડિસકસ બાબતે ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ પાસેના આર.કે. એપાર્ટમેન્ટમાં પત્ની અને પ્રેમી પર ફાયરિંગ કરી પ્રેમીને કઢંગી હાલતમાં ઠાર મારેલો

ચૂકાદો | મુંબઇ તાજ હોટલમાં બનેલી ઘટના વખતે NSG તરીકે ફરજ બજાવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો