તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંપ્રત સમસ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરશહેર અને જીલ્લામાં હાલ ગણેશોત્સવનો માહોલ છવાયેલો છે ત્યારે ગુજરાતી�”ને જેમની પાસેથી મહોત્સવની પ્રેરણા મળી છે અને જેમના લીધે ભાવનગરમાં ગણેશોત્સવનું મહત્વ છેલ્લા 25 વર્ષમાં વધ્યું છે એવા મરાઠી લોકો દ્વારા પણ ભાવનગરમાં ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે અને તે પણ અસલ મરાઠી પરંપરા અનુસાર. મહારાષ્ટ્રીયનો ઉજવણીની વિશિષ્ઠતા છે કે તે�ઓ માત્ર ગણેશ નહીં, તેમની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિની પણ સ્થાપના કરે છે.

ભાવનગર શહેરમાં ઘોઘા સર્કલ પોલીસ ચોકી પાસે આવેલ દશાશ્રીમાળીની વાડીમાં છત્રપતિ શિવાજી સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહારાષ્ટ્ર મંડળ દ્વારા લગભગ 400 જેટલા મહારાષ્ટ્રિયન સદસ્યો દ્વારા અસલ મહારા્ષ્ટ્રિયન શૈલીમાં ગણપતિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ભાવનગર ચોકસી મંડળના પ્રમુખ એવમ્ ભાવનગર મરાઠી સમાજના અગ્રણી એવા વસંત રાવે કહ્યું કે એક સમયે ભાવનગરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી જાહેરમાં અને આટલી ભવ્ય રીતે થતી નહોતી અને ગણેશ ચતુર્થી માત્ર ઘરઘરાઉ રીતે ઉજવાતી હતી ત્યારે આજથી 50 વર્ષ પહેલા અમે ગણેશોત્સવની ભાવનગરમાં શરૂઆત કરી હતી. સમયે અમે જહાંગીર માલની

...અનુસંધાનપાના નં.11

ચાલીમાંઅને ત્યાર બાદ મોતીબાગ ઓપનએર થિયેટરમાં ગણેશોત્સવની ઉજવણી કરતા હતા. હાલમાં દશાશ્રીમાળીની વાડીમાં ઉજવીએ છીએ. દિવસોમાં ગુજરાતીઓ અમારી ઉજવણીમાં શામેલ થતા. આજે ભાવનગરમાં ગણેશોત્સવનું મહત્વ વધી ગયું છે.

ભાવેણામાં મરાઠીઓ લાવ્યા હતા ગણેશોત્સવ

^મરાઠીઓદ્વારા ગણેશોત્સવ દરમ્યાન માત્ર ગણેશ નહીં, તેમની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિની પણ સ્થાપના કરવામાં આવે છે અને તેમની પણ સાથે પૂજા કરવામાં આવે છે. અસલ મરાઠી એવી સુખકર્તા-દુ:ખહર્તા શબ્દોથી શરૂ થતી આરતી પણ અહીં ગવાય છે. ભાવનગરમાં 50 વર્ષ પહેલા સૌથી પહેલી જાહેર ઉજવણીની શરૂઆત કર્યા બાદ મરાઠીઓએ અસલ પરંપરા તેની મૂળ વિભાવના સાથે જાળવી રાખી છે. >વસંતરાવ, અગ્રણી,મહારાષ્ટ્ર મંડળ, ભાવનગર

મરાઠીઓ દ્વારા દૂંદાળા દેવની સ્થાપના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો