તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • મહુવા પાંચ દિવસીય ઝીંગા ઉછેર અંગે તાલીમ શિબિરનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા પાંચ દિવસીય ઝીંગા ઉછેર અંગે તાલીમ શિબિરનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો, ભાવનગર |8 સપ્ટેમ્બર

જુનાગઢકૃષિ યુનિવર્સીટી પેટા કેન્દ્ર મહુવા(પ્લાન્ટેશન) ખાતે તા.26/9 થી તા.30/9 સુધી ભાંભરા પાણીમાં ઝીંગા ઉછેર માટેની તાલીમ શીબીર યોજાશેે.

ગુજરાતમાં કુલ 1600 કિમી દરીયાઇ કાંઠો છે. વિસ્તાર માં કુલ 3.76 લાખ હેકટર જમીન ઝીંગા ફાર્મ માટે યોગ્ય ગણાય છે. આટલા કુલ વિસ્તારમાથી 90,000 હે.જમીન એકદમ યોગ્યતા ધરાવે છે. કુલ 295360 મેટ્રીક ટન (મત્સ્ય અને ઝીંગા ઉછેર)માંથી, ઝીંગા દ્વારા 10158 મેટ્રિક ટન (2014-15) ઉત્પાદન મળેલ છે.

તાલીમમાં સી.એમ.એફ.આર.આઇ. વેરાવળ તથા એમ.પી.ઇ.ડી.એ વલસાડ તથા એન.એ.બી.એ.આર.ડી ભાવનગર તથા સ્ટેટ ફીશરીઝ અધિકારી જાફરાબાદ/ભાવનગર તેમજ કોલેજ ઓફ ફીશરીઝ વેરાવળ, ફીશરીઝ સંશોધન કેન્દ્ર જુનાગઢના એક્સપર્ટ વ્યાખ્યાન આપવા માટે સેવામાં આવશે.

તાલીમ મેળવી લાભાર્થીઓ ભાંભરા પાણીમાં ઝીંગા ઉછેર પદ્ધતિ મેળવી સ્વરોજગારી મેળવી પગભર થશે. ઝીંગાની જાતો જેવી કે પિનીયસ મોનોડોન અને લીથોપિનીયસ વનાવી ઉછેર કરી અંદાજે ગત વર્ષ2015-16માં અંદાજીત 11,700 મેટ્રિક ટન ઉત્પાદન કરી વિદેશ માં એક્સર્પોટ કરી પુષ્કળ વિદેશ હુડીયામણ આપણા દેશમાં લાવેલ છે. ઝીંગા ઉછેર વલસાડ,ભરૂચ,સુરત,અંકલેશ્વર તથા સૌરાષ્ટ માં હાલ થઇ રહ્યા છે. જેમા ચાર લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે તો તાલીમ દ્વારા લાભાર્થીઓ રોજગાર મેળવી પગભર થઇ સ્વરોજગાર મેળવે તેવા પ્રયત્ન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવે છે.

શિબિરમાં જોડાવા ઇચ્છુક લાભાર્થીઓ કૃષિ યુનીવસીર્ટી, મહુવા ખાતેથી અરજીપત્રક લઇને તા.20/9 સુધીમાં સુપ્રત કરી દેવા તેમજ વધુ માહિતી માટે ફોન નં.02844-222593 સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

કાર્યક્રમ | સંશોધન કેન્દ્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે

ઝીંગા ઉછેર પધ્ધતિથી અનેક રોજગારીની તક : ગત વર્ષે કુલ 11700 મે.ટન ઉત્પાદન : શિબિરમાં અપાશે માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો