તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજન્સીને રળાવવા વર્ષે રૂ. 3.36 લાખનંુ પાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ કચરો ઉપાડવા કોન્ટ્રાકટ દીધેલો છે છતા ફલેટના નામે બીજો કોન્ટ્રાકટ અપાશે

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |8 સપ્ટેમ્બર

કચરોઉપાડતી એજન્સીને રળાવવા મ્યુ. કોર્પોરેશન દ્વારા ફલેટોમાંથી કચરો ઉપાડવા વધુ એક કોન્ટ્રાકટ આપવા જઇ રહ્યંુ છે. કરોડો રૂપિયાનો એક કોન્ટ્રાકટ આપેલો છે. છતા બીજો કોન્ટ્રાકટ આપવા સામે અગાઉની એજન્સીની રકમમાં કોઇ ફેર નહીં પડે ઉલ્ટાની જવાબદારી ઘટી જશે. ઠરાવ ગત સ્ટેન્ડિગમાં મુલત્વી રાખ્યા બાદ ફરી આવતી બેઠકમાં લેવાયો છે. જેથી નવી એજન્સીને રળાવવા શાસક કોઇ પણ સંજોગોમાં કામ સોંપવાની પેરવીમાં છે.

શહેરમાંથી કચરો ઉપાડવા માટે ત્રણેક કરોડથી વધુ રકમનો કોન્ટ્રાકટ અપાયેલો છે. છતા કચરો ઉપડતો નથી. લોકોની ફરિયાદ રહે છે. ફલેટો, મોટી બિલ્ડિંગોમાંથી કચરો એકત્ર કરવા ટેમ્પલ બેલ ઉભંુ રહેતંુ નહીં હોવાની ફરિયાદી ઉઠી રહી છે. એજન્સી સામે કાર્યવાહી કરવાના બદલે તંત્ર દ્વારા નવી એજન્સીને મહિને રૂ. 28,000નંુ કામ સોંપવાની પેરવી કરી રહ્યંુ છે. અગાઉની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોએ મામલે નારાજગી વ્યકત કરી હતી. અંતે ઠરાવ મુલત્વી રાખ્યો હતો. ફરી ઠરાવ આગામી સ્ટેન્ડિંગે મુકાશે.

મુલત્વી રાખેલો ઠરાવ ફરી સ્ટેન્ડિંગમાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો