તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ નિષ્ફળતા બાદ 21,000 રેંકનો કૂદકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નીચેપડયા પછી ત્યાંથી કેટલી ઝડપે ઊભા થઈ શકાય છે તે વાતનું સફળતા મેળવવામાં ખાસ મહત્તવ હોય છે. આવી એક કથા ભાવનગરના વિદ્યાર્થી જય પટેલની છે. તેણે અગાઉ બી.ઈ. મિકેનીકલ પૂર્ણ કર્યા બાદ એમટેક કરવા માટે ગેટની પરીક્ષામાં ભારે પછડાટ ખાધી હતી, પરંતુ તાજેતરમાં જાહેર થયેલા તેના બીજી વખતના પરિણામમાં સીધો 21,000 રેન્કનો કૂદકો મારીને અસાધારણ સફળતા મેળવી છે.

જાણીતા ચિત્રકાર અશોક પટેલના પુત્ર અને જી.ઈ.સી. ભાવનગરના િવદ્યાર્થી જયે હાલ પરિણામના આધારે આઈઆઈટી ભૂનેશ્વરમાં એડમિશન લીધું છે. સૌપ્રથમવાર તેણે ગેટની પરીક્ષામાં 35.98 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા 22964મી રેન્ક મેળવી હતી. ત્યારે તેને ખાનગી કોલેજોમાં એડમિશન મળતું હતું. પરંતુ તેના બદલે તેણે બમણા જોરથી મહેનત કરીને વર્ષે 99.25 પર્સન્ટાઈલ સાથે ઓલ ઈન્ડીયામાં 1490મી રેન્ક મેળવી છે.

આમ, મજબુત મનોબળ રાખીને િવદ્યાર્થી નાસીપાસ થયા વગર મહેનત કરે અને પુરો આત્મવિશ્વાસ રાખી હાડવર્ક સાથે સમાર્ટ વર્ક કરે તો ગેટ જેવી અઘરી ગણાતી પરીક્ષામાં પણ તેજસ્વી સફળતા મેળવી શકે છે અને તેનો તાજો દાખલો ભાવનગરનો િવદ્યાર્થી જય પટેલ છે.

ત્રણ કોલેજોમાંથી કોલ લેટર મળ્યા

હવેજયને એકસાથે 3-3 ખ્યાતનામ કોલેજોમાંથી કોલલેટર મળ્યા છે. આઈઆઈટી જોધપુરમાં િમકેનિકલ બ્રાન્ચ, આઈઆઈટી ભુનેશ્વર થર્મલ બ્રાન્ચ અને આઈઆઈટી ગૌહાટીમાં એરોનોટીકલ બ્રાન્ચમાંથી તેણે ભુનેશ્વરમાં એડમિશન લીધું છે. અગાઉના સમયે તો તેને માત્ર ખાનગી કોલેજોમાં બોર્ડર કેસમાં સ્કોપ હતો.

સંગીત-ચિત્રના શોખે ભાગ ભજવ્યો...

^સંગીતઅને ચિત્ર મારો શોખ છે. ભણવાની સાથે વાંસળી, સેઝથેસાઈઝર સાથે પણ નાતો હોવાને કારણે પછડાટ ખાધા બાદ હું તેનાથી શક્તિ મેળવતો હતો. ભણવામાં અન્ય શોખની વિઘાતક અસરો થતી હોવાનું હું માનતો નથી. મારી સફળતાના મૂળમાં મારા શોખે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. >જયઅશોકભાઈ પટેલ, ભાવનગર

ભાવનગરના જય પટેલને 99.25 પર્સન્ટાઈલ સાથે ઓલ ઈન્ડિયામાં 1490મો રેન્ક

સિદ્ધિ | અગાઉ ગેટની રાષ્ટ્રીય કક્ષાની કસોટીમાં જયે 22964મો ક્રમ મેળવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો