તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલ્લામાં શૌચક્રિયા-ગંદકીથી વેપારીઓ ત્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર | 8 સપ્ટેમ્બર

ભાવનગરશહેરને જાહેરમાં શૌચક્રિયા મુક્ત (ODF)તો કરી દીધંુ છે પણ ખારગેટ લાતી બજાર તેમાંથી મુક્ત છે!! અત્યંત દારૂણ અવસ્થામાં વેપારીઓ તેનો ધંધો રોજગાર કરે છે. લાતી બજારથી રેલને વાળા માર્ગ પર જવાનો રસ્તો છે. પણ તેમાં ગંદકી તો છે સાથોસાથ ચોંકાવનારી બાબત પણ છે કે, ભાજપના પૂર્વ કોર્પોરેટર કાૈશિક ચાંદલિયાએ દબાણ કરેલંુ છે. માત્ર લગત જમીનની માંગણી કરીને દબાણ ખડકી દીધા બાદ અહીં માર્ગ કાયમી માટે બંધ થઇ ગયો છે.

કરૂણ અવસ્થા હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ કે શાસકોના પેટનંુ પાણી કેમ હલતંુ નથી. તે મોટો સવાલ છે. મામલે નગર સેવિકા ગીતાબેન મેર રોજ તંત્ર સાથે માથાકુટ કરે છે. પણ કોઇને કંઇ પડી નથી. રસ્તો ખુલ્લો થાય તો અનેક ફાયદા છે. સૌથી મોટી રાહત તસ્કરોની થઇ જાય તેમ છે.!! અહીં મહિને એક બે કેસ તસ્કરીઓના બને છે. વેપારીઓ કાનૂની પળોજણમાં પડવા માંગતા નથી. દાયકાથી પિડાતા વેપારીઓ હાથ જોડી ગયા છે. મામલે કમિશનરે રસ લઇને તાકિદે વેપારીઓને ન્યાય આપવા માંગણી ઉઠી છે.

ODFનંુ પાલન કાગળ પર : લાતી બજારમાં રસ્તો ગંદકીથી ખદબદે છે, તસ્કરોનો આશરો બનેલો બંધીયાર માર્ગ

આંખ આડા કાન | શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દબાણ ખડકી દીધંુ, ભાજપીઓ કંઇ બોલતા નથી

રજૂઆતો કરીને થાક્યા

^છેલ્લાદસ વર્ષથી રજૂઆતો કરી છે. માત્ર આશ્વાસન દેવાય છે. ઉકરડાથી ધંધા પર બેસી શકતા નથી. તંત્રકંઇક કરે તો સારૂં. > સુનિલભાઇચોઇથાણી, વેપારી,લાતી બજાર

ટ્રાફિકનો હાથવગો ઉકેલ

^બેહાથ જોડીને માંગણી કરીએ છીએ કે રસ્તો સાફ કરીને રોડ બનાવો, અને સ્ટ્રીટ લાઇટ નાખી આપે. અહીં ખારગેટનો ટ્રાફિક ઉકેલ આવી શકે તેમ છે.. >ભરતભાઇત્રિવેદી, પ્રમુખ,મોટર સંઘ

માત્ર અરજીથી કાયદેસરતા ગણાય

^લાતીબજારમાં દબાણની ફરિયાદ છે. તેમાં લગત જમીન છે. તેના માટે અરજી આપેલ છે. તે જમીન કોર્પોરેશને હજૂ આપી નથી એટલે દબાણ ગણી શકાય, તેના કાગળો જોઇને આગળની કાર્યવાહી કરીશંુ. >સુરેશભાઇધાંધલિયા, ચેરમેન,સ્ટેન્ડિગ કમિટી

ODFનો એક પણ કેસ નથી કર્યો!

^જાહેરમાંશૌચક્રિયા મુક્ત શહેરને જાહેર કર્યા બાદ એક પણ કેસ કરાયા નથી, કામ માત્ર તંત્ર વાહકોએ નહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ કરવાનંુ હોય છે. સહિયારા પ્રયાસથી લોક જાગૃતિ અાવી શકે. તંત્ર સતત ત્યા બેસી ના રહે!! >વી.એન.પંડિત, કાર્યપાલકઇજનેર, મ્યુ. કોર્પોરેશન

તસ્કરોનો આશરો |અહીંએટલી હદમાં ગીચતા અને ગંદકી છે કે, સામાન્ય વ્યક્તિ જઇ શકે તેમ નથી. તસ્કરો જગ્યાનો ભરપુર લાભ ઉઠાવે છે જેનો ભોગ વેપારીઓ બની રહ્યા છે.

રહ્યંુ દબાણ |છેકોઇનામાં હિંમત કે, તેને દૂર કરી શકે? તંત્ર ધારે તો વેપારીઓને ટ્રાફિક અને કચરો, િવગેરે પ્રશ્નો ઉકલે પણ તંત્રની ઇચ્છાશક્તિ હોય તો થાય!!

કોઇક તો સાંભળો ? |વેપારીકહે છે તમે કંઇ પણ કરો સમસ્યામાંથી અમને બહાર કાઢો, વર્ષોથી ગંદકીથી અમે તોબા પોકારી ગયા છીએ, કોઇને કાન નથી તેવંુ લાગે છે.

ઉકરડામાં ફેરવાયો રસ્તો |અહીંકચરાના ઢગલાઓ છે. ખૂદ કામદારો પણ અહીં કચરો નાખીને જતા રહેતા હોવાની સ્થાનિક વેપારીઓની ફરિયાદ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો