મુસાણી બ્રધર્સ પરત ફરવા સલામત સાંધો શોધી રહ્યા છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરજિલ્લામાં ચકચાર મચાવનાર હૂર જ્વેલર્સના મુસાણી બ્રધર્સ દ્વારા કરોડો રૂપિયાનું ગબન કરી જવામાં આવ્યા હોવાના કિસ્સામાં રોકાણકારો પોતાના નાણા પરત મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. દરમિયાન મુસાણી બ્રધર્સ શહેરમાં પરત ફરવા સલામત સાંધો શોધી રહ્યા છે.

પડોશી રાજ્યમાં પરિવાર સહિત આશરો લેનારા મુસાણી બ્રધર્સ દ્વારા ભાવનગર શહેરના મુસ્લિમ અગ્રણીઓ સાથે દરરોજ ફોન પર વાતચીત કરવામાં આવી રહી છે. અને તેઓની પાસે જે નાણાકીય તરલતા બચી છે, તેમાંથી ચૂકવણુ કરવાની તૈયારી બતાવી રહ્યા છે.

રોકાણકારોમાં મોટી સંંખ્યા નીમ્ન મધ્યમ વર્ગ, વિધવા, મજૂરોની હોવાથી અગ્રણીઓ દ્વારા પણ આવા લોકોના નાણા ચૂકવી આપવા માટે પ્રાથમિક્તા અને પૂરેપૂરા નાણા ચૂકવવાની શરત રાખી રહ્યા છે. મુસાણી બ્રધર્સ સામે એકપણ પોલીસ કેસ નોંધાયા નહીં હોવાથી તેઓની શહેરમાં પરત ફરવાની શક્યતા ઉજળી બની છે.

હૂર જ્વેલર્સના રોકાણકારોની દોડધામ

પડોશી રાજ્યમાંથી ફોન પર શહેરના અગ્રણીઓ સાથે દરરોજ થતી વાતચીત

અન્ય સમાચારો પણ છે...