મ્યુ. તંત્રએ કહ્યંુ, રસ્તા પર ઢોરનો ત્રાસ તો રહેશે !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |11 ઓગસ્ટ

શહેરમાંરખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુ. તંત્રએ સ્પષ્ટ કહ્યંુ હતંુ કે, ઢોરનો ત્રાસ તમામ મહાનગરોમાં છે, ભાવનગરમાં પણ સમસ્યા રહેશે જ. મ્યુ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન સુરેશ ધાંધલિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં રખડતા ઢોરના પ્રશ્ને શાસકે તંત્રનો કાન પકડ્યો હતો, પરંતુ તેનો કાયમી કોઇ ઉકેલ નહીં હોવાનંુ અધિકારીએ કહી દિધુ હતંુ. સભ્ય પરેશ પંડ્યાએ કહ્યંુ હતંુ કે ખૂંટીયા કરતા તો ગાયો પણ રોડ રખડે છે તેની ઉપર નિયંત્રણ કરાય તો ઘણી સમસ્યા હલ થઇ જાય તેમ છે. ઉપરાત પૂર્વ ઝોનલ કચેરીનો ચાર્જ સંભાળનાર કાર્યપાલક મારકણા નગરસેવકોને ગાઠતા નહીં હોવાનો રોષ સભ્યોએ વ્યક્ત કર્યો હતો, તેમજ ટી.પી. સ્કિમમાં થઇ રહેલા વિબંલ મામલે સભ્ય ડીડીએ રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...