સ્વાતંૢ પર્વમાં તંત્રએ આંધળે બહેરૂં કુટયંુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |10 ઓગસ્ટ

મ્યુ.કોર્પોરેશન દ્વારા આગામી 15મી ઓગસ્ટના સ્વતંત્રય પર્વની ઉજવણી કોર્પોરેશનના કેમ્પસમાં ઉજવાશે, પરંતુ કોર્પોરેશન દ્વારા આંધળે બહેરૂં કુટાયંુ હોય અગાઉના વર્ષમાં એક પધ્ધતિથી પરિપત્ર કરીને જણાવ્યંુ છે કે, BMCમાં કાર્યક્રમ છતા દબાણો દુર કરવા, પરાજુ નાખવા કરી તાકિદ !!

કોર્પોરેશન દ્વારા દર વર્ષે એકની એક પધ્ધતિથી પરિપત્ર કરીને કામગીરી સોંપી દેવાય છે, કારણ કે દર વર્ષે જુદા જુદા સ્થળ પર ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાય છે. તેવી રીતે વર્ષે કોર્પોરેશનના કેમ્પસમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે

આથી જે પરિપત્ર અન્ય સ્થળો માટે કરવામાં આવે તેવી રીતે વર્ષે પણ પરિપત્ર કરીને તાકિદ કરી છે કે, ધ્વજ વંદનના સ્થળે પરાજુ નાખવામાં આવશે, !! એટલંુ નહીં એમ પણ કહેવાયંુ છે કે સ્થળ આસપાસથી દબાણો દુર કરવામાં આવે.

વધુમાં ગ્રાઉન્ડ પર વોલ / ફેન્સિંગ રિપેરિંગ કરાવવી !! કાર્યક્રમના સ્થળ પર લેવલિંગ કરવંુ, માટીનંુ પુરાણ કરવંુ, કાર્યક્રમને જોડતા તમામ રસ્તાઓ પર પેચ વર્ક કરવંુ !! આમ અવાસ્તવિક પરિપત્રથી ખૂદ ખાતા અધિકારીઓ પણ મુછમાં હસી રહ્યા છે. આમ, ગમે ત્યારે પરિપત્રો ઝીંકી દેતા તંત્રએ આઝાદીના પર્વના પરિપત્રમાં આંધળે બહેરૂ કુટ્યા જેવો આદેશ કરતા તંત્ર રમૂજનું કારણ બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...