જૂના લેણા : પડતર રૂ. 83 કરોડ, વ્યાજ રૂ.85 કરોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |11 ઓગસ્ટ

મ્યુ.કોર્પો. દ્વારા સને. 2013થી કાર્પેટ પધ્ધતિ લાગુ પાડી છે ત્યારે તે પહેલાના જૂના લેણાની વસુલાત કરવા માટે કોઇ આયોજન નહીં હોવાથી આંકડાની માયાઝાળ રચાતી જાય છે, ખરેખર ફોર્મ -બ વાળી મિલકતોને વ્યાજ માફી અપાઇ હતી , તેવી રીતે માત્ર જૂના લેણામાં વ્યાજ માફ કરાય તો કમસેકમ ખાતા તો ચોખ્ખા થઇ શકે.!! નવાઇની વાત તો છે કે, જેટલી મુદત છે તેના કરતા તો વ્યાજ વધી ગયંુ છે.

હાલમાં બાર હાથનંુ ચિંભડંુ અને તેર હાથનંુ બિજ જેવો ઘાટ ઘડાયેલો છે. છતા કોર્પોરેશન તંત્ર કે શાસક પક્ષ દ્વારા મામલે કોઇ વિચારણા કરાતી નથી. દર વર્ષે બજેટમાં આંકડો ઉમેરાતો જાય છે. તંત્રએ કાતો વ્યાજ સાથે રકમ વસુલ કરવાની ત્રેવડ દેખાડવી જોઇએ અથવા તો જુના લેણામાં વ્યાજની રકમ જતી કરવી જોઇએ, જેના માટે 15 મી ઓગસ્ટે જાહેરાત કરવાની શાસક પાસે તક છે. ફોર્મ-બનંુ વ્યાજ જતંુ કર્યંુ છે, તેમ જુના લેણામાં વ્યાજ માફ કરીને ખાતા ચોખ્ખા કરવા જોઇએ.

રહી વાસ્તવિક પરિસ્થિતિ

હાલલેણા વસુલાત

મિલકતો રકમ (કરોડ) મિલકતો રકમ (કરોડ)

જુના લેણા 103979 146.38 2913 1.63

કાર્પેટ લેણા 120964 150.23 102638 58.31

આંકડાની માયાજાળ | બાર હાથનંુ ચિંભડંુ તેર હાથનંુ બિજ જેવો ઘાટ ઘડાયો

કોર્પો. કા’તો વ્યાજ જતંુ કરી ખાતા ચોખ્ખા કરે, કા’તો વસૂલાતની ત્રેવડ રાખવી જોઇએ

અન્ય સમાચારો પણ છે...