• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સંસ્કૃતિની જયોતમાં દિવેલ પુરવાની સંતો મહંતોની સવિશેષ જવાબદારી

સંસ્કૃતિની જયોતમાં દિવેલ પુરવાની સંતો મહંતોની સવિશેષ જવાબદારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગઢડા (સ્વામીના) મુકામે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજીત આગામી 25મી રથયાત્રાના આયોજન અને રજત જયંતી વર્ષ અનુસંધાને ગોપીનાથજી દેવમંદિરની પાવન જગ્યા દરબાર ગઢના પટાંગણમાં ધર્મસભા અને સોવિનિયર વિમોચન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ધાર્મિક પ્રસંગે સંતો દ્વારા દિપપ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ રથયાત્રા દ્વારા શૈક્ષણિક પ્રવૃતિ દરમિયાન તેજસ્વી પ્રતિભાઓ, સોવિનિયરના લેખકોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ધર્મસભામાં પૂ.લલીતકિશોરદાસજી (લીમડી), પૂ.વશિષ્ઠનાથજી (ભાયાસર), પૂ.ભયલુબાપુ (પાળીયાદ), પૂ.રામચંદ્રદાસજી (ભાવનગર), જેજેરામબાપુ (ગઢડા), કો.શા. ઘનશ્યામવલ્લભદાસજી (ગઢડા), એસપી સ્વામી (ગઢડા), માધવસ્વરૂપદાસજી (બોટાદ), તેમજ હરૂભાઇ ગોંડલીયા (અધ્યક્ષ ભાવનગર રથયાત્રા) તથા કિરીટભાઇ મિસ્ત્રી (ભાવનગર વિહિપ), ડો.જી.વી. કળથીયા સહિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા ધર્મસભાને સંબોધન કરવામાં આવ્યુ હતુ. ગઢડા ખાતે યોજાતી રથયાત્રા દરેક સમાજને સાથે રાખી યોજવાની ધર્મભાવનાને બિરદાવવામાં આવી હતી. તેમજ હિન્દુ ધર્મ સંસ્કૃતિની ઉત્સવ પરંપરા દ્વારા સામાજીક સદભાવ દાખવી લોકઉપયોગી કાર્યો કરવાની વૃતિ પ્રબળ બને અને આપણી પેઢીને આપણી પરંપરાથી વાકેફ કરવાની તેમજ સંસ્કૃતિની જયોતમાં દિવેલ પુરવાની જવાબદારી સહુ સ્વીકારે તેવી ટકોર કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો દ્વારા ગઢડા રથયાત્રાની 25 વર્ષની અનુભવ ગાથાને કંડારી પ્રકાશિત કરવામાં આવેલા સોવિનિયરનુ વિમોચન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...