• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રમાં ત્રિ વાર્ષિક ચૂંટણી બાદ 15 ટ્રસ્ટીઓના નામ જાહેર

અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રમાં ત્રિ-વાર્ષિક ચૂંટણી બાદ 15 ટ્રસ્ટીઓના નામ જાહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ભાવનગરના આગામી ત્રણ વર્ષના સમયગાળા માટે 15 ટ્રસ્ટી�ઓની નિમણૂંક માટે આજે પ્રશ્નોરા નાગર જ્ઞાતિની બોર્ડિંગ ખાતે ગત સોમવારે મતદાન યોજાયું હતુ અને બાદમાં મત ગણતરી હાથ ધરાતા કુલ 36 ઉમેદવારો પૈકી વધુ મતની સરસાઇ મેળવનારા 15 ઉમેદવારોને હવે ત્રણ વર્ષના સમયગાળા માટે ટ્રસ્ટીપદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ગત સોમવારે ચૂંટણી યોજાયા બાદ બે ઉમેદવારો કેતન આવસત્થિ અને સમીર વ્યાસને 247-247 મત મળતા ટાઇ પડી હતી અને બીજી બાજુ અન્ય ત્રણ ઉમેદવારોએ મતોની ફેર ગણતરી માંગતા આખરે ગઇ કાલે મોડી રાત્રે પુન: મતગણતરી હાથ ધરાયા બાદ કુલ 36 પૈકી જે 15 ઉમેદવારો વધુ મત મેળવીને ટ્રસ્ટીપદે વિજેતા જાહેર કરાયા છે તેમાં ઇ.સ.2012માં 295 મત, ઇ.સ.2015માં 365 મતની જેમ આ ચૂંટણીમાં પણ સૌથી વધુ મત મેળવવાનો સિલસિલો ખુશમનભાઇ જોષીએ યથાવત જાળવી રાખી આ વખતે પ્રથમ ક્રમે 485 મત મેળવ્યા હતો જ્યારે દ્વિતીય ક્રમે 407 મત સાથે આશુતોષભાઇ આવસત્થિને વિજેતા જાહેર કરાયા હતા. ત્યાર બાદ જયેશભાઇ જે. ભટ્ટ (354 મત), જતીન જે. પંડ્યા(348 મત), હેમલત્તાબહેન બી.ભટ્ટ (347 મત), જયંતભાઇ જે. ભટ્ટ (343 મત), જયંતભાઇ એમ.ભટ્ટ (331 મત), ઉમાબહેન જે. ભટ્ટ (313 મત), ભદ્રેશભાઇ આર.પાઠક (306 મત), વિનોદભાઇ પી.વ્યાસ (293 મત), પ્રો.ડો.રાજેશભાઇ ભટ્ટ (272 મત), જાનકીબહેન જે. પંડ્યા (270 મત), કિર્તીદેવ આર. પંડ્યા (268 મત), દર્શનભાઇ બી પાઠક (264 મત) અને સમીર એ. વ્યાસને 247 મત મળ્યા હતા. આ તમામ 15 ઉમેદવારોને 2018થી 2021ના 3 વર્ષના સમયગાળા માટે ટ્રસ્ટીપદે વિજયી જાહેર કરાયા છે. જેમાં 10 ઉમેદવારો પુન: ચુંટાઇ આવ્યાં છે અને 5 નવા ચહેરા છે. આ ચૂંટણીની કામગીરીમાં કમલેશભાઇ એમ. ભટ્ટ, જનકભાઇ દવે સહિતનાએ સંનિષ્ઠ ફરજ બજાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ગત સોમવારે મતદાન ભાવનગર અને અમદાવાદ ખાતે યોજાયું હતુ.જેમાં 1320થી વધુ મતદારો પૈકી 700થી વધુ મતદારોએ મતદાન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...