તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટર સાયકલ ચોરીનો ફરિયાદી ખુદ ચોર નીકળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર| ભાવનગર | 28 સપ્ટેમ્બર

શહેરનાવીધાનગર ખાતે રહેતા ક્ષત્રીય યુવાન રાજદિપસિંહ વિક્રમસિંહ હોન્ડા મોટર સાયકલ નં.જી.જે.04.સી.એમ-6185 તેના મિત્ર માટે લોન ઉપર પોતાના નામે ખરીદ કર્યું હતુ.

રાજદિપસિંહના મિત્રએ હપ્તા નહિં ભરતા રાજદિપસિંહ તેના મિત્રને જાણ ના થાય તે રીતે બાઇક લઇ આવ્યા હતા.બાઇક નહિં જોતા રાજદિપસિંહના મિત્રએ તેને જાણ કરતા તેને એ.ડીવીજન પોલીસમાં બાઇક ચોરીની જાણ કરી હતી.તે દરમ્યાન લોનના ચડત હપ્તા ભરી દીધા હતા. બાઇક ચોરીની ફરિયાદ લખાવ્યા બાદ તે મોટરસાયકલનો કલર બદલાવી રાજદિપસિંહ પોતેજ બાઇકને વાપરવા લાગેલ. તે અંગે પોલીસને જાણ થતા એ.ડીવીજન પોલીસે રાજદિપસિંહને વીઠ્ઠલવાડી રોડ પરથી ચોરાયેલી બાઇક સાથે ઝડપી લીધો હતો.

વિદ્યાનગરનો શખ્સ વિઠ્ઠલવાડીથી ઝડપી લેવાયો

અન્ય સમાચારો પણ છે...