તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિલગાર્ડન પ્રોજેક્ટ બાબતે હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |28 સપ્ટેમ્બર

ભાવનગરમ્યુ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેર મધ્યમાં પિલગાર્ડન ડેવલપ કરવાનંુ કામ તો શરૂ કરાયંુ છે, પણ તેમાં થનાર ખર્ચ, તેમજ અન્ય વિગતોથી ખુદ ખાતા અધિકારી અજાણ છે, કરોડો રૂપિયાના પ્રોજેકટરમાં કંઇ એજન્સી કામ કરે છે, કેટલંુ કામ થયંુ વિગેરે બાબતોથી શાસક કે તંત્ર બેમાથી એક પણ જાણતા નથી. મામલે કોર્પોરેશનની સાધારણ સભામાં વિપક્ષે સવાલ ઉઠાવતા ભારે હોબાળો મચી ગયો હતો. એક પ્રોજેકટની વાત છે આવા અન્ય પ્રોજેકટ પણ ચાલી રહ્યા છે ત્યારે તેમાં શંુ સ્થિતિ હશે તે કલ્પનાનો વિષય બન્યો છે. લોકો પરસેવાની કમાણીનો વેરો ભરે છે. અને તંત્ર કરોડોના પ્રોજેકટમાં વાહીયાત જવાબો આપ્યા હતા, સાથે શાસક સભ્યોનંુ મૌન પણ અકળાવનારી રહ્યંુ હતંુ.

ભાવનગર મ્યુ. કોર્પોરેશનની સાધારણ સભામાં મેયર નિમુબેનના અધ્યક્ષ સ્થાને મળી હતી, બોર્ડમાં તંત્ર વાહકો મોટા ભાગના જવાબો આપતા નથી. મામલે અધ્યક્ષે અધિકારીઓને ખખડાવ્યા હતા. કંઇ એજન્સી કામ કરે છે તે પણ ખાતાના અધિકારીને ખબર નથી!! જેમાં એક પછી એક સવાલો વિપક્ષ સભ્ય રહીમ કુરેશીએ કર્યા હતા, એક તબ્બકે સ્થિતિ એવી પણ સર્જાઇ હતી કે, કરોડોના પ્રોજેક્ટમાં એગ્રીમેન્ટ અને વાસ્તવિક પ્રોજેકટની રકમમાં તફાવત હોવાનંુ બહાર આવ્યંુ હતંુ જે રકમ શરતચૂકથી લખાઇ ગઇ હોવાનંુ કમિશનરે સ્વિકારતા સભામાં ભારે હોબાળો મચી ગયો હતો.

કમિશનરે વાત સ્વિકારતા વિપક્ષ નેતા જયદિપસિંહ સહિતના તમામ સભ્યોએ શાસક સભ્યોનો ઉધડો લીધો હતો, શાસકના વહીવટ સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા. સભા દરમિયાન કોમેન્ટ કરવા બદલ વિપક્ષ સભ્ય અરવિંદ પરમારને સસ્પેન્ડ કરાતા સભા થોડો સમય ખોરવાઇ ગઇ હતી. શાસક સભ્ય અભયભાઇએ તંત્રની અણઆવડતથી શાસક પક્ષને નીચા જોવાનંુ થતંુ હોવાના મામલે રોષ વ્યકત કર્યો હતો.

શાસક સભ્યોનંુ પણ અકળાવનારૂ મૌન ! : તંત્ર પાસે કોઇ માહિતી નથી

નબળાઇનો પુરાવો | મ્યુ. બોર્ડની ગરીમાના મામલે વિપક્ષ સભ્ય અરવિંદ પરમાર સસ્પેન્ડ

અન્ય પ્રોજેક્ટ સામે પણ સવાલો

{આજે બોર્ડમાં માત્ર પિલગાર્ડન મામલે અનેક ક્ષતિઓ બહાર આવી હતી, હજુ આવા અન્ય પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે તેના મામલે વિપક્ષે અવાજ ઉઠાવવાની જરૂર હતી.

{ ઓડિટોરિયમ, આર્ટ ગેલેરી, સ્વિમિંગ પુલ કામપૂર્ણ 75 %

{ પૂર્વ ઝોનલ કચેરી, તરસમિયા કામ પૂર્ણ 60 %

{ પશ્વિમ ઝોનલ કચેરી, આખલોલ જકાતનાકા કામ પૂર્ણ 85 %

{ મોખડાજી સર્કલ કામ પૂર્ણ 85 %

ઉપરાંત પણ ચિત્રા ડ્રેજેન પ્રોજેક્ટ, કાળિયાબીડ અન્ડરગ્રાઉન્ડ કામ સહિત મહત્વના પ્રોજેક્ટો ચાલંુ છે જેમાં પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા છે તેનો પણ જવાબ માંગવો જોઇએ.

દીપકચોક સર્કલ નાનંુ કરાશે તો ધરણા

દિપકચોક સર્કલ નાનંુ કરવાના તંત્રના નિર્ણય સામે વોર્ડના નગરસેવક ભરતભાઇ બુધેલિયાએ તંત્રને આડેહાથ લેતા જણાવ્યંુ હતંુ કે, વોર્ડના એક પણ નગરસેવકે ભલામણ નથી કરી તો નિર્ણય કોણે કર્યો? તંત્ર સર્કલ બનાવે અને તોડે તેમાં પ્રજાના પૈસાનંુ પાણી છે મામલે મેયરની ચેમ્બરની સામે ધરણા કરવાની ચિમકી આપી હતી.

20%કામ થયંુ ત્યા લાખોનો એકસેસ ખર્ચ

પિલગાર્ડનમાંમાંડ માંડ 20 ટકા કામ થયંુ છે ત્યા લાખો રૂપિયાનો એકસેસ ખર્ચ આવી જતા ખુદ શાસક સભ્યોએ તંત્ર સામે બાયો ચડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...