દાદા ખાચર ભકતાખ્યાન સાંભળવા ઉમટતા હરિભકતો

શહેરનાવાઘાવાડી રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીના 9મો પાટોત્સવ દશાબ્દી મહોત્સવ અંતર્ગત...

DivyaBhaskar News Network | Updated - May 14, 2015, 03:35 AM
દાદા ખાચર ભકતાખ્યાન સાંભળવા ઉમટતા હરિભકતો
શહેરનાવાઘાવાડી રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીના 9મો પાટોત્સવ દશાબ્દી મહોત્સવ અંતર્ગત અક્ષરવાડી ખાતે આયોજિત સંગીતમય દાદાખાચર આખ્યાન માણવા દિનપ્રતિદિન બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેકેશનના માહોલમાં આખ્યાન માણવા યુવાનોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળે છે.

અક્ષરવાડી મંદિરના પાટોત્સવ નિમીત્તે આયોજીત પારાયણ અંતર્ગત ગત તા.9 મે થી અક્ષરવાડીમાં આવેલ પૂ. પ્રમુખસ્વામી મહારાજ પ્રાર્થના હોલમાં સંકીર્તન દાદા ખાચર ભકતાખ્યાનનો પ્રારંભ થયેલ છે. સંતવૃંદની વિશેષ નિશ્રામાં આયોજીત સંગીતમય આખ્યાન માણવા દરરોજ મોટી સંખ્યામાં આબાલ વૃદ્ધ હરિભકતો ઉમટી રહ્યા છે.

ભગવાન સ્વામિનારાયણે ગઢડાતિર્થમાં 30 વર્ષ સંતો અને અનુયાયી સાથે રહીને અનેક ઉત્સવો, લીલાચરિત્રો કરી તથા અદ્રભૂત ગ્રંથ વચનામૃત તથા સુખી જીવનની આચારસંહિતા શિક્ષાપત્રી અંગે તેમજ ઉજળીયા ધર્મની સ્થાપના જેમના ઘરે કરી તેવા ભીડ વેઠનાર ભકતરાજ દાદાખાચર અંગે કલકત્તાના કોઠારી વિદ્વાન સંત પૂ. જ્ઞાનપ્રિયસ્વામી દ્વારા અક્ષરવાડીમાં દરરોજ રાત્રીના 9 થી 11 સુધી તેમની આગવી અને રસાળ શૈલીમાં દાદા ખાચર ભકતાખ્યાનનું રસપાન કરાવી રહ્યા છે. તા. 15 મે સુધી આયોજીત આખ્યાન માણવા ભાવીકોને પધારવા અક્ષરવાડીના મહંત પૂ. સોમપ્રકાશસ્વામી તથા કોઠારી પૂ. યોગવિજયસ્વામીએ નિમંત્રણ પાઠવેલ છે.

X
દાદા ખાચર ભકતાખ્યાન સાંભળવા ઉમટતા હરિભકતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App