• Gujarati News
  • }મેડીસીનહાઉસ ડ્રગ બેન્ક રવિવારસિવાય દરરોજ

}મેડીસીનહાઉસ ડ્રગ બેન્ક રવિવારસિવાય દરરોજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક}મેડીસીનહાઉસ ડ્રગ બેન્ક

રવિવારસિવાય દરરોજ સાંજે 5-30 થી 8-30 રબ્બર ફેકટરી સર્કલથી ડોકટરનાં તાજા પ્રિસ્ક્રીપ્શન, િચઠ્ઠી લાવનારને, દર્દીને હોય તે દવાઓ ડ્રગ બેન્કમાંથી વિનામૂલ્યે આપવામાં આવે છે.

}ગોધાહાટકેશ્વર મહાદેવ ફંડ

ગોધાહાટકેશ્વર મહાદેવ દ્વિશાબ્દી મહોત્સવ પૂર્ણાહુતિ પ્રસંગે ગોધા ખાતે તા.21ને ગુરૂવારે સવારે 8 કલાકે હોમાત્મક લઘુરૂદ્ર રાખેલ છે. બાદ યોજાનાર પ્રસાદી ભોજનમાં સહભાગી થવાની વ્યવસ્થાના ભાગ રૂપે જ્ઞાતિજનોએ નામ તા.18 સુધીમાં હરિનગર નિવાસમાં સવારે 11 થી 12 દરમ્યાન નોંધાવી દેવા.

}હેરકટીંગ એસોસીએશન

તા.15નેશુક્રવારે સંત પૂ. સેનમહારાજની 715મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર હેર કટીંગ સલુન એસો.ના તમામ દુકાન-માલીકો તથા કારીગર ભાઇઓ પૂર્ણ દિવસ ધંધો-રોજગાર બંધ રાખી અણોજો પાળશે.

}ગોહિલવાડીરામી-માળી જ્ઞાતિ

જ્ઞાતીદ્વારા આયોજીત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2015ની ટીમોના લોસ તા.14ને ગુરૂવારે જ્ઞાતિના કાર્યાલયે રાત્રીના 8-30 કલાકે પાડવામાં આવશે. દરેક ક્રિકેટ ટીમના કેપ્ટનને ઉપસ્થિત રહેવા વિનંતી કરાઇ છે.

}ભાવનગરગદ્યસભા

ભાવનગરગદ્યસભાની આજની બેઠકમાં રાજીવ ભટ્ટ દક્ષરાજ તથા પ્રવિણ સરવૈયા પોતાની કૃતિ રજૂ કરશે. યશાવકાશ અન્ય સર્જકોની કૃતિઓ પણ રજૂ થશે. રસ ધરાવતા ભાવકો તથા સર્જકોએ શામળદાસ કોલેજના પ્રાધ્યાપકખંડમાં સાંજે 6 કલાકે ઉપસ્થિત રહેવું.

}મેંબનુંગા ચિત્રકાર ચિત્ર સ્પર્ધા

વિજ્ઞાનનગરીદ્વારા આયોજીત મે બનુંગા ચિત્રકાર શીર્ષક અંતર્ગત રાખેલ ચિત્રસ્પર્ધામાં જે વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.એ વિદ્યાર્થીઓએ સવારે 7-45 કલાકે વિજ્ઞાનનગરી આંબાવાડી ખાતે હાજર રહેવુ.

}અનુભવતાલીમ વર્ગ

શિશુવિહારસંસ્થા સંચાલીત બાલમંદિરના અનુભવ તાલીમવર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે. 6 માસની તાલીમ દરમ્યાન સ્ટાઇપેન્ડ અને બાલમંદિર શરૂ કરવા સાધન સહાય અાપવામાં આવશે.

}ઓપનભાવ. અંડર 15 રેપીડ ચેસ ટુર્નામેન્ટ

તા.24/5રવિવારના રોજ સેન્ટમેરી સ્કૂલ શિવાજી સર્કલ ભાવનગર ખાતે બદાણ કુંજલ, અને બદાણી જીગર (દલાલ) પ્રાયોજીત ઓપન ભાવનગર અંડર16 રેપીડ ચેસ ટુર્નામેન્ટ 2015 યોજાશે. જેમા અંડર 9,12,16 કેટેગરીના ખેલાડી ભાગ લઇ શકશે. એન્ટ્રી શુભ લક્ષ્મી સ્ટોર વાઘાવાડી રોડ, આગમ બુક સ્ટોર હાઇકોર્ટ રોડ ખાતે સ્વીકારવામાં આવશે.

}પ્રસુતિવાળીબહેનોને સુખડી વિતરણ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંકલિત બાલ યોજના ઘટક 1 મહાનગરપાલીકા ઉ.કૃ. વિસ્તારના 29 આંગણવાણી કેન્દ્રના સગર્ભા બહેનોને તથા સર તખ્તસિંહજી હોસ્પીટલની પ્રસુતિવાળી બહેનોને સુધાબેન કનુભાઇ શાહના સહયોગથી સગર્ભા બહેનોને આજે સવારે 10 થી 12 વિનામૂલ્યે સુખડી વિતરણ કરવામાં આવશે. સોમવારે જાનવી દેવલભાઇ રાવલના સહયોગથી સવારે 10 થી 12 સુખડી વિતરણ કરાશે.

}સિદ્ધપુરસંપ્ર. શાંડિલ્ય ગોત્ર જોષી પરિવાર

પરિવારનુંકુળદેવી અંબાજી માતાના યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. ઇચ્છા હોઇ તેમણે નામ તથા સંખ્યા હિંમ્તભાઇ જે. જોષી, સી/175, કેસરીયા હનુમાનજી પાસે, કાળીયાબડ, ઘનશ્યામભાઇ વૃજલાલ જોષી પાનવાડી પોસ્ટ ઓિફસ પાસે તા.17 રવિવાર સાંજ સુધીમાં જણાવવા.

}સ્વામિસહજાનંદ કોલેજ ઓફ કોમર્સ & મેનેજમેન્ટ

કોલેજનાંM.Com. Sem-4ની માર્ચ/ એપ્રિલ-2015માં લેવાયેલ પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ હોય, વિદ્યાર્થીએ રૂબરૂ પરીક્ષાની હોલ ટીકીટ સાથે લાવી કોલેજ કાર્યાલયમાંથી અચૂક મેળવી લેવી.

}આકાશવાણીવાર્તાલાપ

ગ્રામ્યમહિલાઓ માટે વિવિધ વ્યવસાયથી આર્થિક પ્રગતિ વિષય પર નિમિતા સી.મહેતા એકઝીકયુટીવ ઓફીસર ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલીત શ્રી અને શ્રીમતી સી.આર.ભટ્ટ સેન્ટર ભાવ.ના દ્વારા તા.14/5 ગુરૂવારે બપોરે 12-30 કલાકે રાજકોટ આકાશવાણી ઉપરથી પ્રસારીત થશે.

}ગાંધીમહિલા કોલેજ

બી.એમ.,બી.એ., બી.એમ.એસ સેમ.2ની માર્ચ 15ની રેગ્યુલર પરીક્ષાનુ રીઝલ્ટ તા.11/5ના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. જો કોઇને નામમાં ભુલ હોય તથા પેપર ખોલાવવા હોય તો તે અંગેની નોટીસ કોલેજના નોટિસ બોર્ડ પર છે.

શાંતાબેનમહેતાનું ચક્ષુદાન

ભાવનગરમાંદેહદાન અને ચક્ષુદાનની પ્રવૃત્તિ પ્રશંસનીય રીતે વર્ષોથી થતી રહી છે. આજ પરંપરામાં વધુ એક ચક્ષુદાન મળ્યું છે. તા.10/5 ના રોજ શાંતાબેન નટવરલાલ મહેતા (ઉ.વ.82) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.યોગેશભાઈ ઉપાધ્યાયે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે અમદાવાદ મોકલી આપેલ છે.