ભાવનગર લોહાણા સમાજ દ્વારા થેલેસેમીયા જાગૃતિ અભિયાન
ભાવનગરલોહાણા મહાપરિષદ અને અખિલ ગુજરાત યુવા સમીતીના સહયોગથી તા.16/5ના રોજ સવારે 7 કલાકે થેલેસેમીયા જાગૃતિ માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તે દિવસે સાંજે 4:30 વાગ્યે વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તા.17/5ના રોજ અત્રે સવારે 9થી બપોરના 1:30 દરમ્યાન થેલેસેમીયા પરિક્ષણ તેમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.