• Gujarati News
  • 150 પ્રજ્ઞાચક્ષુઓને શ્રેષ્ઠ શિક્ષણ બદલ અંધ શાળાને 1 લાખનો એવોર્ડ

150 પ્રજ્ઞાચક્ષુઓને શ્રેષ્ઠ શિક્ષણ બદલ અંધ શાળાને 1 લાખનો એવોર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર .ભાવનગર .26 મે

ભાવનગરશહેરમાં ઇ.સ.1932થી પ્રજ્ઞાચક્ષુ બાળકોને શિક્ષણ આપતી કૃષ્ણકુમારસિંંહજી અંધ ઉદ્યોગ શાળાને વર્ષે સમગ્ર ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકેનો રૂા.1 લાખનો એવોર્ડ જાહેર કરી બહુમાન કરાયું છે. વર્ષ 2014-15 માટે સમગ્ર ભાવનગર જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા�ઓમાં અંધ ઉદ્યોગ શાળાને શ્રેષ્ઠ શાળા જાહેર કરી સન્માન કરાયું છે.

ભાવનગરમાં અંધ ઉદ્યોગ શાળાનું શિક્ષણ ક્ષેત્રે મૂઠી ઉંચેરૂ નામ દાયકા�ઓથી છે. પ્રજ્ઞાચક્ષુ�ઓને ભણાવી ગણાવી તેને રોજગારી આપવા સુધીની ગતિવિધિ શાળામાં કરવામાં આવે છે. વર્ષ 2014-15માં તેને વધુ એક એવોર્ડ મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી તમામ હાઇસ્કૂલોમાં શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ અંધ ઉદ્યોગ શાળાને ફાળે જાહેર કરાયો છે. પસંદગી થતા શાળાને રૂા. 1 લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું છે. અંધ શાળામાં દર વર્ષે સરેરાશ 150થી 160 જેટલા પ્રજ્ઞાચક્ષુ બાળકોને ગુુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.

છેલ્લા 16 વર્ષથી ધો.10ની બોર્ડની

પરીક્ષાનું 100 ટકા પરિણામ

^અંધઉદ્યોગ શાળામાં ગુજરાત બોર્ડની પરીક્ષા પણ પ્રજ્ઞાચક્ષુઓ આપે છે અને છેલ્લા 16 વર્ષથી શાળાનું બોર્ડનું ધો.10ની પરીક્ષાનું પરિણામ 100 ટકા આવ્યું છે. ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં ધો.12 શરૂ કરાયું અને તેનું પણ ત્રણેક વર્ષથી પરિણામ 100 ટકા આવ્યું છે. સામાન્ય બાળકોની શાળાના પરિણામ 100 ટકા નથી આવતા ત્યારે શાળા પ્રજ્ઞાચક્ષુની હોવા છતાં 100 ટકાનું સાતત્ય જાળવી રાખ્યું છે. > લાભુભાઇસોનાણી, સીઇઓ,અંધ ઉદ્યોગ શાળા

ક્યા ક્યા એવોર્ડ મળી ચૂક્યા છે

}ઇ.સ.1991નાવર્ષમાં અંધ ઉદ્યોગ શાળાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચૂક્યો છે.

}ઇ.સ.1997માંવિકલાંગોને શ્રેષ્ઠ રોજગારી આપવા માટેનો એવોર્ડ

}શ્રેષ્ઠસંચાલન માટેનો સરકાર તરફથી અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા એવોર્ડ મળી ચૂક્યા છે.

શું કામ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી

}શાળાનુંભાવાવરણ

}અસરકારકવર્ગ કાર્ય

}સહઅભ્યાસક પ્રવૃતિઓ

}લોકભાગીદારીતથા પ્રેરક વિશેષતા