• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કેન્દ્રની હેડ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના માત્ર 16 ખાતાં

કેન્દ્રની હેડ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના માત્ર 16 ખાતાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોસ્ટખાતાની સુકન્યા સમૃદ્ધિ યોજનાને તેના વ્યાજ દરમાં થોડો વધારો કર્યા પછી પણ ભાવનગર શહેર કે જિલ્લામાં જોઇએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. યોજનામાં રહેલી શરતોની આંટીઘુટી અને અનિશ્ચિતતાઓ નિષ્ફળતા માટે જવાબદાર માનવામાં આવી રહી છે. જો કે કર્મચારીઓની કાર્યશૈલી અને અને પ્રસારકતાનો અભાવ પણ એટલા જવાબદાર છે.

દિકરીના જન્મથી લઇને તેના લગ્ન સુધીના સમયગાળાને આવરી લેતી અને તેના અભ્યાસ માટે પણ ઉપયોગી બનવાના ઉમદા હેતુથી લોન્ચ કરાયેલી પોસ્ટ ખાતાની સુકન્યા સમૃદ્ધિ યોજના આવવાની બાકી હતી ત્યારે તેમાં રહેલી વિવિધ લાભકારી જોગવાઇઓને કારણે તેણે ભારે આશા જગાવી હતી. પરંતુ લોંચ થયા બાદ શરૂઆતથી યોજના તેના વ્યાજદરની શંકાસ્પદ અનિશ્ચિતતા તેમ નિયમોની આંટીઘુંટીના કારણે લોકોમાં જોઇએ તેટલો આવકાર પામી શકી નથી. ભાવનગર જિલ્લાની આકડાવારી જોતાં, જિલ્લામાં અત્યાર સુધીમાં

...અનુસંધાનપાના નં.13

1451ખાતાં�ઓ ખુલ્યા છે. શહેરી વીસતારમાં તો યોજનાને લઇને લોકોમાં ઉત્સાહ જેવું કંઇ છે નહી. ભાવનગર હેડ �\\\"ફીસમાં અત્યાર સુધીમાં યોજનાને લઇને માત્ર 16 ખાતાંઓ ખુલ્યાં છે. અન્ય શહેરી પોસ્ટ ઓફિસોનો રેશિયો પણ ખાસ વખાણવા લાયક નહીં હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ પોસ્ટનો 70 ટકાથી વધુ ધંધો જ્યાંથી આવે છે એવા ગ્રામ્ય વિસ્તારમાં હજી યોજના અંગે માહિતિ પહોંચી નથી. પ્રચારનો અહીં અભાવ છે, એટલું નહીં, ઇરાદાનો પણ અભાવ છે. અહીં સાહિત્ય પહોચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

પ્રયત્ન યોજનાને

લોકપ્રિય બનાવવાનો છે

^અમારોપ્રયત્ન યોજનાને લોકપ્રિય બનાવવાનો છે. ભાવનગર હેડ ઓફિસમાં 16 ખાતાં સામે સમગ્ર જિલ્લામાં 1451 ખાતાં ખુલ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં યોજનાને ખુબ આવકાર મળશે. > વિપુલગુપ્તા, આસિસ્ટન્ટપોસ્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...